Site icon Revoi.in

‘મન કી બાત કાર્યક્રમ’માં પીએમ મોદીએ કહેલી વાતોના કેટલાક અંશો

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વર્ષના પ્રથમ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં વિધાનસભા ચૂંટણીનો પ્રભાવ પણ જોવા મળ્યો હતો તેમણે તેમના સંબોધનમાં જાટ રાજા મહેન્દ્ર પ્રતાપનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ ઉત્તરાખંડ અને મણિપુરનો પણ ઉલ્લેખ કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ ક્ષેત્રોમાં આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.

પીએમ મોદીએ કહેલી વાતોના કેટલાક અંશો

પીએમ મોદીએ મન કી બાત સંબોધનમાં કહ્યું કે, “રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે ટેક્નિકલ સ્કૂલની સ્થાપના માટે માટે પોતાનું ઘર સોંપ્યું હતું. તેમણે અલીગઢ અને મથુરામાં શિક્ષણ કેન્દ્રોના નિર્માણ માટે ઘણી મદદ કરી હતી.”પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે મને આનંદ છે કે શિક્ષણનો પ્રકાશ લોકો સુધી પહોંચાડવાની એ જ જીવંત ભાવના ભારતમાં હજુ પણ જીવંત છે.

પીએમ મોદીએ કહ્યું, “જેમ કે ઉત્તરાખંડના બસંતી દેવીજીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બસંતી દેવીએ પોતાનું આખું જીવન સંઘર્ષો વચ્ચે જીવ્યું.” જ રીતે, મણિપુરની 77 વર્ષીય લોરેમ્બમ બીનો દેવી દાયકાઓથી મણિપુરની લિબા ટેક્સટાઈલ આર્ટનું સંરક્ષણ કરી રહી  છે. તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે.”

આ સાથે જ કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત કોરોનાની નવી લહેર  સામે મોટી સફળતા સાથે લડી રહ્યું છે.એ પણ ગર્વની વાત છે કે અત્યાર સુધીમાં લગભગ સાડા ચાર કરોડ બાળકોએ કોરોનાની રસીનો ડોઝ લીધો છે. આનો અર્થ એ થયો કે 15 થી 18 વર્ષની વય જૂથના લગભગ 60 ટકા યુવાનોએ ત્રણથી ચાર અઠવાડિયામાં રસી મેળવી લીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં પદ્મ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. પદ્મ પુરસ્કાર મેળવનારાઓમાં આવા ઘણા નામ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ આપણા દેશના અણગણ્યા નાયકો છે, જેમણે સામાન્ય સંજોગોમાં અસાધારણ કાર્યો કર્યા.તેમણે વધુમાં એમ પણ કહ્યું કે આપણે પણ આપણા સાંસ્કૃતિક વારસાને સંપૂર્ણ જવાબદારી સાથે આપણા જીવનનો એક ભાગ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.