Site icon Revoi.in

અતિશય ગુસ્સો તમને કરી નાખે છે બરબાદ, તમારા ગુસ્સાના કારણે થાય છે ઘણુ નુકશાન

Social Share

દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો ગુસ્સો આવે જ છે, જો કે આપણે સૌ જાણીએ પણ છીએ  કે ગુસ્સો હેલ્થ માટે સારો નથી છત્તા પણ આપણે ગુસ્સો કરીએ છીએ ગુસ્સો કરવાથી સામે વાળા કરતા સોથી વધુ આપણાને જ નુકશાન થાય છે. ગુસ્સો એક એવી લાગણી છે જે મનુષ્યના અસ્તિત્વને ખતમ કરી નાખે છે. જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે વ્યક્તિની સાચું અને ખોટું વિચારવાની શક્તિ સમાપ્ત થઈ જાય છે.ગુસ્સાની આગ જેટલી બીજાને નથી બાળતી તેટલી પોતાના સારા સ્વભાવ અને સકારાત્મક લાગણીઓને બાળી નાખે છે.

જાણો ગુસ્સો કરવાથી આ થતા નુકશાન વિશે

એક વખત કાંચ તૂટી જાય તો તેને જોડી શકીએ છે, પરંતુ ગુસ્સે થયેલા વ્યક્તિના મોઢામાંથી નીકળેલા એક શબ્દથી થયેલો ઘા ક્યારેય રૂઝ આવતો નથી, તે કાયમ રહે છે.જેથી ગુસ્સામાં ક્યાય બોલ વું નહગી શઆંત થઈને લોકોથી દૂર થીને બેસી જવું

જીવનમાં જે વ્યક્તિ વારંવાર પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે અને જોરથી ગુસ્સો કરે છે, હકીકતમાં તે અજ્ઞાની હોય છે, પરંતુ તેનાથી વિપરીત જે વ્યક્તિ શાંત રહીને પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે તે જ્ઞાની કહેવાય છે.ગુસ્સો કરવો બહાદુરી નહી કાયરતાનું પ્રતિક છેસ,ગુસ્સો સૌ કોઈને આવે પરંતુ તેને કાબુમાં રાખવો જરુરી છે.કોઈ પણ વાતને સમજવા માટે શઆંત બનવું  પડે ગુસ્સામાં ચાલી હકીકત દેખાતી હોતી નથી,ક્રોધની સ્થિતિમાં ક્યારેય સત્યને જાણી કે સમજી શકતા નથી.

ક્રોધ માનવ જીવનની તમામ મોટી આફતોનું કારણ છે.ગુસ્સો કરવાથી તમારી વિચારવાની શક્તિ ઓછી થાય છે પરિણામે તમારુ મેળવું જ્ઞાન પણ ઘીરે ઘીરે નષ્ટ થતું જાય છે.આપણે ભગવાન તો નથી જ કે ગુસ્સો ન ાવે સ્વાભઆવિક વાત છે કે ગુસ્સો આવતો જ હોય. પરંતું ત્યારે આ સ્થિતિમાં કોઈનો ખોટા વેણ ન બોલવા કોઈ પર પણ ખરાબ ઈલ્જાન ન લગાવવા હંમેશા જે વાતનો ગુસ્સો આવે છે તેને સમજવાનો પ્રયત્ન કરી શાંતિથી નિર્ણય લો

 

Exit mobile version