Site icon Revoi.in

ગાંધીનગર સચિવાયલમાં મોડે સુધી બેસીને પેન્ડિગ કામોની ફાઈલો ક્લીયર કરવા મંત્રીઓની કવાયત

Social Share

ગાંધીનગરઃ ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને નવી સરકારનું ગઠન કર્યા બાદ તમામ મંત્રીઓને સોમવારથી શુક્રવાર સુધી સચિવાલયમાં હાજરી આપવા ઉપરાંત પેન્ડિગ રહેલી ફાઈલોના નિકાલની સુચના અપાતા મંત્રીઓ મોડે સુધી સચિવાલયમાં બેસીને ફાઈલોનો નિકાલ કરી રહ્યા છે. સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલ  સોમવારે મુલાકાતીઓથી ઉભરાયું હતું. મોડી સાંજ સુધી મંત્રીઓ અને અધિકારીઓએ તેમની ચેમ્બરમાં બેસીને અરજદારોની રજૂઆતો સાંભળી હતી. વિધાનસભાની ચૂંટણી સાથે સ્થગિત થઇ ચૂકેલા પેન્ડીંગ કામોની ફાઇલો કિલયર કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાથી અધિકારીઓએ ચેમ્બર છોડી ન હતી.

રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર ડબલ એન્જિનની જેમ કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ સામાન્ય લોકોના પ્રશ્નોને ઉકેલવા મંત્રીઓને સુચના આપી છે. સચિવાલયમાં અગાઉ નક્કી કર્યા પ્રમાણે મુલાકાતી કે અરજદારો માત્ર સોમવારે સચિવાલય આવી શકશે. મંગળવારે સાંસદો અને ધારાસભ્યોને દિવસ હોવાથી તેમની અને તેમની સાથે આવેલા સ્થાનિક લોકોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળવામાં આવશે. નવી સરકારમાં સચિવાલયના મુખ્ય દરવાજે થી સ્વર્ણિમ સંકુલના મુખ્યમંત્રી કાર્યાલય સુધી નવા સલામતી રક્ષકોને ડ્યુટી સોંપવામાં આવી છે. હાલ મંત્રીઓની ચેમ્બરમાં એડહોક ધોરણે સ્ટાફની પસંદગી કરવામાં આવી છે પરંતુ કેબિનેટના મંત્રીઓના પીએ અને પીએસ સહિતના સ્ટાફની નિયુકિત આગામી સપ્તાહમાં કરી દેવાશે. જો કે મંત્રીએ ભલામણ કરી હોય તેવા સ્ટાફની ચોકસાઇ કરીને નિયુકિત કરાશે. હાલ સ્વર્ણિમ સંકુલ અને મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા પ્રતિનિયુકત અધિકારીઓ તેમજ કર્મચારીઓના ફાઇનલ ઓર્ડર થયા નથી પરંતુ તે ટૂંકસમયમાં થાય તેવી સંભાવના છે. ઉપરથી આદેશ મળ્યેથી રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ તરફથી કાર્યવાહી શરૂ  કરવામાં આવશે.