- મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ વિભાગની બિલ્ડિંગમાં વિસ્ફોટ
- રોકેટ જેવી વસ્તુ આવી પડી અને થયો ધમાકો
- આ બાબતે હવે NIA કરશે તપાસ
ચંદિગઢઃ- મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરની સામે બ્લાસ્ટ થયાના સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ઘટચના વિતેલી સાંજની છે.પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરની ઈમારત પર રોકેટ જેવી વસ્તુ પડી હતી અને ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.અને સુરક્ષા વધારી દેવાઈ છે આ સાથે જ આ વિસ્ફોટ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે
પ્રાપ્ત માહિતી મુજબ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ રોકેટ લોન્ચર વડે હુમલો કરવામાં આવ્યો હતો. અહીં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ એક રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ છે. તેને પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગના ત્રીજા માળે ફેંકવામાં આવ્યો હતો. હવે હેડક્વાર્ટરની બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પંજાબના મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ ઓફિસની બહાર ગઈકાલે રાત્રે રોકેટ જેવી વસ્તુમાં વિસ્ફોટ થયો હતો. આ મામલે મુખ્યમંત્રીએ ડીજીપી પાસેથી સમગ્ર મામલાની માહિતી મેળવી છે. હવે NIAની ટીમ આ મામલાની તપાસ માટે મોહાલી જશે.