Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના શોપિયામાં એક ખાનગી વાહનમાં વિસ્ફોટ- 3 સૈનિકો ઘાયલ, ઘટના અંગે તપાસ શરુ

Social Share

શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જ્યાં અવાર નવાર આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાનાનપ્રયત્નમાં જ હોયછે આવી સ્થિતિમાં ટાર્ગેટ કિલિંગ જેવી ઘટનાઓ વચ્ચે હવે વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના શોપિયાંમા વિસ્ફોટ થયો હતો જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. આ અંગે આજરોજ ગુપરુવાપે પોલીસે જાણકારી આપી છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટ એક ખાનગી વાહનમાં થયો હતો. જેમાં ઘાયલ થયેલા જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા બુધવારે સાંજે શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા એક નાગરિકને ગોળી મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો. આ ઘટના શોપિયાં જિલ્લાના કીગામના રખ-ચિદ્રેન ગામમાં બની હતી. એક દિવસ પહેલા જ કુલગામમાં આતંકવાદી હુમલામાં 36 વર્ષીય શિક્ષિકા રજની બાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોઆમ જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે