Site icon Revoi.in

દેશના નિકાસ ઉત્પાદનો પર આજથી ડ્યૂટી અને ટેક્સ યોજનામાં છૂટછાટ

Social Share

દિલ્હીઃ-સરકારે નિકાસકારોને રાહત આપીને શુક્રવારથી નિકાસ કરાયેલી તમામ ચીજવસ્તુઓ પર ડ્યુટી અને ટેક્સ યોજના લાગુ કરવાનો નિર્ણય કર છે, નાણાં મંત્રાલયે કહ્યું છે કે સરકારે નિકાસને વેગ આપવા માર્ચ મહિનામાં નિકાસ ઉત્પાદનોની ડ્યુટીમાં છૂટ આપી છે. અને આ યોજનાને વેરાના પરત માટે મંજૂરી આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે, કે આ વર્ષે એપ્રિલથી નવેમ્બર દરમિયાન દેશની નિકાસ 17.76 ટકા ઘટીને 173.66 અબજ ડોલર થઈ છે.

આ યોજના અંતર્ગત નિકાસકારોને કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક શુલ્ક અને કરમાં અત્યાસ સુધી ન તો છૂટ કે રિફંડ મળતું હતું. જેને કારણે આ નિર્ણય ભારતથી અન્ય દેશોની નિકાસમાં થતા ઘટાડાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે

નાણાં મંત્રાલયે કહ્યું છે કે તેનું રિફંડ સીધા નિકાસકારોના ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજના પૂર્વ વાણિજ્ય અને ગૃહ સચિવ જી.કે. પિલ્લાઈની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણ પર લાગુ કરવામાં આવી છે, જેની સૂચના ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

સાહિન-