Site icon Revoi.in

ફિલિસ્તીનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું નિધન-વિદેશમંત્રી જયશંકરે આપી શ્રદ્ધાંજલી

Social Share

દિલ્હીઃ- પ્કાપ્ત માહિતી પ્રમાણે ફિલિસ્તીનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું નિધન થયું છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે આર્યના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો છે.જાણકારી અનુસાર , મુકુલ આર્ય રવિવારે ભારતીય દૂતાવાસની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. આર્ય ફિલિસ્તીન રામલ્લામાં ભારતીય દૂતાવાસમાં તૈનાત હતા.ત્યારે તેમના નિધનને લઈને અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો છે.

ત્યારે વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને ઊંડો શોક વ્યક્ત કરતા લખ્યું છે કેતેમના નિધનને લઈને ડૉ એસ જયશંકરે ટ્વીટ કર્યું, “રામલ્લામાં ભારતના પ્રતિનિધિ શ્રી મુકુલ આર્યના નિધન વિશે જાણીને ઘણો આઘાત લાગ્યો.  તેજસ્વી અને પ્રતિભાશાળી અધિકારી હતા, મારું હૃદય તેમના પરિવાર અને પ્રિયજનો માટે છે. શાંતિ.’

ઉલ્લેખનીય છે કે આર્યના મૃત્યુના કારણ વિશે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. તેઓ 2008 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી, કાબુલ અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં પણ પોસ્ટેડ રહ્યા હતા. તેમણે પેરિસમાં યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિમંડળમાં પણ સેવા આપી હતી. આર્યએ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં પણ કામ કર્યું હતું.

Exit mobile version