Site icon Revoi.in

વિદેશમંત્રી જયશંકરે રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે ભારત સામે ‘કાર્યવાહી’ પર યુરોપિયન યુનિયનની બોલતી કરી બંધ

Social Share

દિલ્હીઃ-  ભારત રશિયા પાસે તેલની ખરિધી કરી રહ્યું છે જે ઘણા દેશોને પસંદ નથી આ વાતથી કેચલાક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે જેને લઈને,રોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા જોસેપ બોરેલે રશિયા પાસેથી રિફાઈન્ડ ઓઈલ ઉત્પાદનો ખરીદવા બદલ ભારત સામે કાર્યવાહી કરવાની હાકલ કર્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે આકરી પ્રતિક્રિયા આપી છે.

વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારેતેમને EU કાઉન્સિલના નિયમો જોવાની સલાહ આપી. જયશંકરે કહ્યું, “EU કાઉન્સિલ રેગ્યુલેશન્સ જુઓ, રશિયન ક્રૂડ ઓઇલને નોંધપાત્ર રીતે ત્રીજા દેશમાં વાળવામાં આવ્યું છે અને હવે તેને રશિયન માનવામાં આવતું નથી. હું તમને કાઉન્સિલ રેગ્યુલેશન 833/2014 જોવા માટે કહીશ. હું વિનંતી કરીશ.”

બ્લોકના મુખ્ય રાજદ્વારીએ અગાઉ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયનએ રશિયન તેલને ડીઝલ સહિત રિફાઇન્ડ ઇંધણ તરીકે યુરોપમાં ફરીથી વેચવાથી અટકાવવું જોઈએ, કારણ કે પશ્ચિમી દેશો મોસ્કોના ઊર્જા ક્ષેત્ર પર પ્રતિબંધો કડક કરવા આગળ વધી રહ્યા છે.

આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે , “ભારત રશિયન તેલ ખરીદે છે, તે વાત સામાન્ય છે…” યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા બોરેલે, જોકે, ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે રશિયનો ક્રૂડ ઓઇલમાંથી બનેલા ભારતમાંથી આવતા રિફાઇન્ડ ઉત્પાદનો પર કડક કાર્યવાહી કરવા માગે છે. ત્યારે મંત્રી એસ જયંકરે તેઓને આકરો જવાબ આપીને તેઓની બોલતી બંધ કરી હતી.