Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના જર્મન સમકક્ષ એનાલિના બેયરબોક સાથે ટેલિફોનિક વાતચીત કરી,યુક્રેનની સ્થિતિ અંગે કરી ચર્ચા

Social Share

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે તેમના જર્મન સમકક્ષ અનાલિના બેયરબોક સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે યુક્રેનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, “યુક્રેનની પરિસ્થિતિ પર આજે જર્મનીના વિદેશ મંત્રી અનાલિના બેયરબોક સાથે ટેલિફોનિક ચર્ચા કરી.”

નોંધનીય છે કે,યુક્રેન પર રશિયન હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નિર્ણાયક મતદાન પહેલા આ પૂર્વી યુરોપિયન દેશના વિદેશ  મંત્રી દિમિત્રો કુલેબાએ શુક્રવારે વિદેશ મંત્રી જયશંકર સાથે ફોન પર વાત કરી હતી અને યુક્રેનની હાલની પરિસ્થિતિને લઈને પોતાના  મૂલ્યાંકન શેર કર્યા હતા. વિદેશ મંત્રી જયશંકરે ગુરુવારે રશિયન વિદેશ મંત્રી સગ્રેઇ લાવરોવ અને અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે અલગ-અલગ વાટાઘાટો કરી હતી અને ભાર મૂક્યો હતો કે,યુક્રેન સંકટને ઉકેલવા માટે વાતચીત અને મુત્સદ્દીગીરી શ્રેષ્ઠ માર્ગ છે.

આ પહેલા શુક્રવારે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે વાત કરી હતી આ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયાના હુમલાની નિંદા કરી હતી અને તેને ખતમ કરવાના પ્રસ્તાવ પર ભારતના સમર્થનની વિનંતી કરી હતી.યુએન સુરક્ષા પરિષદ શુક્રવારે મધ્યરાત્રિ પછી ઠરાવ પર મતદાન કરશે.ટેલિફોનિક વાતચીતમાં કુલેબાએ જયશંકરને યુએનના ઠરાવને સમર્થન આપવા સિવાય “લશ્કરી હુમલો” રોકવા માટે રશિયા પર ભારતના પ્રભાવનો ઉપયોગ કરવા વિનંતી કરી.