Site icon Revoi.in

વિદેશમંત્રી એસ જયશંકરે બ્રાઝિલના વિદેશમંત્રી કાર્લોસ ફ્રાન્કા સાથે કરી મુલાકાત – ખાસ મુદ્દાઓ થઈ પર ચર્ચા

Social Share

દિલ્હીઃ-વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર આ મહિનાની 22 તારિખથી લઈને થી 27 તારીખ સુધી બ્રાઝિલ, પેરાગ્વે  અને આર્જેન્ટિનાની સત્તાવાર મુલાકાતે છે દક્ષિણ અમેરિકાની પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રાઝિલના વિદેશ મંત્રી કાર્લોસ ફ્રેન્કા સાથે મુલાકાત કરી હતી.

તેમણે 8મી ભારત-બ્રાઝિલ કોમન કમિશનની બેઠકની સહ-અધ્યક્ષતા કરી અને બેઠકમાં વેપાર, રોકાણ, પેટ્રોલિયમ, બયોક્યુમ, ખાદ્ય તેલ, ખનિજો,આરોગ્ય, દવાઓ, પરંપરાગત દવાઓ, વિજ્ઞાન-ટેકનોલોજી, કૃષિ, પશુધન, સંરક્ષણ, આતંકવાદ વિરોધી સહિતના મુદ્દે ચર્ચાઓ કરાઈ હતી.

જયશંકરે બ્રાઝિલના વિદેશ મંત્રી કાર્લોસ ફ્રેન્કા સાથે પ્રસારણ અને કરવેરા ક્ષેત્રે કરારો પર પણ હસ્તાક્ષર કર્યા હતા અને BRICS, IBSA, UN, G20 અને યુક્રેન સંઘર્ષ પર મંપોતાના વિચારો એકબીજા સમક્ષ રજૂ કર્યા હતા,આ સહીત જયશંકરે બ્રાઝિલિયાના સિટી પાર્કમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે અહીં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી.

આ સહીત વિદેશમંત્રી જયશંકરે ટ્વિટ કતરીને માહિતી આપી હતી કે કાર્લોસ ફ્રેન્કા સાથે 8મી ભારત-બ્રાઝિલ સંયુક્ત આયોગની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હતી. વ્યાપક ચર્ચાઓમાં વેપાર અને રોકાણ, પેટ્રોલિયમ, બાયોફ્યુઅલ, ખાદ્ય તેલ અને ખનિજો, આરોગ્ય, ફાર્મા, પરંપરાગત દવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, કૃષિ અને પશુધન, અવકાશ, સંરક્ષણ, આતંકવાદ વિરોધી અને કોન્સ્યુલર ડોમેનના  મુદ્દાઓ ચર્ચાઓમાં આવરી લેવામાં આવ્યા હતા.

આ સાથે જ મંત્રી  જયશંકરે ભારતના આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ટિકિટ બહાર

પાડવા બદલ બ્રાઝીલ સરકારની પ્રશંસા કરી અને ફળદાયી બેઠક બદલ
બ્રાઝિલ વિદેશ મંત્રીનો આભાર માન્યો હતો.
Exit mobile version