Site icon Revoi.in

વિદેશમંત્રી એસ જયશંકર 28 એપ્રિલના રોજ બાંગલાદેશ જશે- પીએમ શેખ હસિનાને ભારત આવવા માટે આમંત્રિત કરશે

Social Share

દિલ્હીઃ- પ્રાપ્ત જાણકારી મુજબ વિદેશમંત્રી એસ જયશંકર 28 એપ્રિલને ગુરુવારના રોજ બાંગલાદેશ માટે રવાના થશે ,અહી તેઓ બાંગલવાદેશની રાજધાની ઢાંકામાં બાંગલાદેશના પીએમ શેખ હસિના સાથે મુલાકાત કરશે તથા તેઓને ભઆરત આવવા માટે આમંત્રણ પણ આપશે.

આ મામલે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ સોમવારે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું. આ સાથે જ માહિતી આપી હતી કે પીએમ હસીનાને ભારત આવવા માટેનું આમંત્રણ પત્ર પણ તેઓ સાથે લઈ જશે.

વિદેશ સચિવ અને બાંગ્લાદેશના હાઈ કમિશનર મુહમ્મદ ઈમરાન સોમવારે ભારત-બાંગ્લાદેશ મિત્રતા દિવસ નિમિત્તે આયોજિત સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવા એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે  ઈવેન્ટ દરમિયાન, શ્રિંગલાએ દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા પર મંતવ્યો રજૂ કર્યા. બંને પ્રતિનિધિઓએ ભારત-બાંગ્લાદેશ મૈત્રી દિવસ  નિમિત્તે આયોજિત મૈત્રી દિવસ લોગો અને બેકગ્રાઉન્ડ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કર્યા હતા.ત્યારે હવે બન્ને દેશઓના સંબંઘને મજબૂત બનાવાના હેતુસર અનેક ચર્ચાઓ સાથે એસ જયશંકર બાંગલા દેશ જશે અને ત્યાના પીએમને ભઆરત માટે આમંત્રણ પણ આપશે.