- વિદેશમંત્રી યૂએઈની મુાકાત લેશે
- પાક વિદેશમંત્રીની હશે હાજરી
દિલ્હી – વિદેશ મંત્રી એસ જયશંકર આજે અબુધાબીની મુલાકાત લેનાર છે,આ સમયગાળા દરમિયાન તેમનું ધ્યાન દ્વિપક્ષીય સંબંધોને વધારવા અને આર્થિક સહયોગને મજબૂત બનાવવા પર કેન્દ્રિત કરવામાં આવશે.
અફધાનિસ્તાનમાં થઈ રહેલા ઘટનાક્રમ વચ્ચે ખાસ સંયુક્ત આરબ અમીરાતના મહત્વપૂર્ણ શહેરની યાત્રા વિસ્તારમાં જયશંકરની મુલાકાત ઉભરતા ભૌગોલિક રાજકીય પરિદ્રશ્ય વચ્ચે થઈ રહી છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ સમગ્ર બાબતે ટ્વિટ કર્યું હતું કે, તેમના સમકક્ષના આમંત્રણ પર વિદેશ મંત્રી ડો,એસ. જયશંકર 18 એપ્રિલના રોજ અબુધાબીની યાત્રા પર જશે. તેમનું ધ્યાન આર્થિક સહયોગ અને સમુદાય કલ્યાણ પર રહેશે.
જયશંકરની યુએઈ મુલાકાત એવા સમયે થઈ રહી છે કે જ્યારે એમેરિકામાં ગલ્ફ દેશના રાજદૂતે કહ્યું કે, તેમનો દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને સુધારવામાં મદદ કરી રહ્યો છે.ત્યારે હવે આ સમગ્ર મુદ્દે રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરેશી પણ શનિવારથી ત્રણ દિવસની યુએઈની મુલાકાતે જ છે.
સાહિન-