Site icon Revoi.in

વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા એપ્રિલ 2024 સુધી રહેશએ પદ પર – મળ્યું 14 મહિનાનું એક્સટેન્શન,વર્ષના અંતે થવાના હતા નિવૃત્ત 

Social Share

દિલ્હીઃ- દેશના વિદેશ સચિવ એવા  વિનય કુમાર ક્વાત્રા  હવે એપ્રિલ 2024 સુધી તેમના પદ પર રહેશે. વિતેલા દિવસને સોમવારના રોજ કેન્દ્ર સરકારે તેમને 14 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે એટલે કે તેઓ નિવૃત્ત થાય એ પહેલા જ તેમના કાર્યકાળમાં વધારો કરાયો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  ક્વાત્રાને 1 મેના  2022માં વિદેશ મંત્રાલયમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે તે સમયે સરકારે જારી કરેલા નોટિફિકેશનમાં ક્વાત્રાને કેટલા સમય માટે વિદેશ સચિવ બનાવવામાં આવ્યા છે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

જાણકારી પ્રમાણે વિદેશ ચચિવ વિનય મોહન ક્વાત્રાને 31 ડિસેમ્બરે નિવૃ્ત થવાનું વહતું જો કે  તેમની નિવૃત્તિની તારીખથી વધુ 14 મહિનાનું વિસ્તરણ આપવામાં આવ્યું છે. આ માહિતી કર્મચારી મંત્રાલયના આદેશથી મળી છે. આ પહેલા તેમના સ્થાને  હર્ષવર્ધન શ્રિંગલા આ પદ પર કામ કરતા હતા.

કેબિનેટની નિમણૂક સમિતિએ ભારતીય વિદેશ સેવાના 1988 બેચના અધિકારી વિનય મોહન ક્વાત્રાને વિદેશ સચિવ તરીકે સેવામાં વધારો કરવાની મંજૂરી આપી છે. ક્વાત્રાનું વિસ્તરણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ભારત G20 જૂથની અધ્યક્ષતા સંભાળવા જઈ રહ્યું છે અને આવતા વર્ષે આ જૂથની સમિટનું આયોજન કરવાનું છે.

આ પહેલા કેન્દ્ર સરકારે કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના વડા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર સહિત ઘણા મુખ્ય અમલદારોને એક્સટેન્શન આપ્યું હતું. 1988 બેચના ભારતીય વિદેશ સેવાધિકારી ક્વાત્રાએ આ વર્ષે મે મહિનામાં ભારતના 34મા વિદેશ સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેઓ અગાઉ નેપાળમાં ભારતના રાજદૂત તરીકે પણ રહી ચૂક્યા છે.

Exit mobile version