Site icon Revoi.in

મણીપુરમાં સુરક્ષાકર્મીઓનો વેશ ઘારણ કરીને આવેલા ઉગ્રવાદીઓએ હીંસાને આપ્યો અંજામ, 3 લોકોના ગોળીબારમાં મોત

Social Share

ઈમ્ફાલ – 3 મે ના રોજથી બે સમુદાયોને લઈને શરુ થયેલ વિરોધ પ્રદર્શન ધીરે ધીરે ઉગ્ર બનતું ગયું અત્યાર સુધી આ હિંસામાં 80 થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યો સ્થિતિ એટલી કથળી હતી કે ગૃહમંત્રી શાહે અહીની મુલાકાત લેવી પડી હતી જો કે ત્યાર બાદ હિંસા થોડી અટકી હતી છત્તા પણ છૂટીછવાઈ હિંસાની ઘટનાઓ સામે આવતી રહે છે.

ફરી એક વખત મણીપુરમાં હિંસા ભડકી છે,જેમાં સુરક્ષાકર્મીઓના વેશમાં તપાસના બહાને આવીને ગોળી બાર કરવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગચ પ્રમાણેજ્ઞાતિ હિંસાથી પ્રભાવિત મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના એક ગામમાં શુક્રવારે આ ઘટના પ્રકાશમાં આવી છે.આસામ રાઈફલ્સ દ્વારા ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. બાદમાં મણિપુર પોલીસ, આસામ રાઈફલ્સ અને સેનાની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

અહી  સુરક્ષાકર્મીઓના વેશમાં આવેલા આતંકવાદીઓએ સર્ચ ઓપરેશનના બહાને કેટલાક લોકોને ઘરની બહાર બોલાવ્યા અને તેમના પર ગોળીબાર કર્યો, જેમાં ત્રણ લોકોના મોત થયા અને અન્ય બે ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે.જાણકારી પ્રમાણે આ ઘટના કાંગપોકી અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની સરહદ પર આવેલા ખોકેન ગામમાં બનવા પામી હતી. આતંકવાદીઓ મેઇતેઈ સમુદાયના હોવાનું કહેવાઈ રહ્યું છે છે.

આ ધઘટના બાદ ગામમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષા દળો ગોળીબારનો અવાજ સાંભળીને ત્યાં પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં આતંકવાદીઓ આ વિસ્તારમાંથી નાસી છૂટ્યા હતા ત્યા સુધી આતંકીઓએ ગોળી બાર કરીને ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Exit mobile version