Site icon Revoi.in

ગરબા રમી રમીને ચહેરો ડલ થઈ ગયો છે?તો હવે ઘરે જ કરો આ ઉપાય

Social Share

નવરાત્રીના નવ દિવસ લોકો ગરબા રમીને થાકી ગયા હશે,ખાસ કરીને છોકરીઓ કે જે ભારે તૈયાર થઈને, મેકઅપ લગાવીને નવરાત્રીનો આનંદ માણ્યો હોય ત્યારે વાત આવે હવે ચહેરાની તો આટલા સમયમાં સામાન્ય રીતે ચહેરા પર થોડી તો ડલનેશ જોવા મળે, તો હવે આ બાબતે પણ ચીંતા કરવાની જરૂર નથી અને આટલું કરવાની જરૂર છે.

સૌથી પહેલા વાત કરીએ તો નવરાત્રી પૂરી થઇ જાય પછી બેથી ત્રણ દિવસની અંદર તમે ફેસ પર ફેશિયલ કરાવો. ફેશિયલ કરાવવાથી સ્કિન ક્લિન થઇ જાય છે અને સાથે મસ્ત ગ્લો કરે છે. ફેશિયલ કરાવવાથી તમારી ડેડ સ્કિન પણ રિમૂવ થઇ જાય છે. ફેશિયલ કરાવવાથી તમારી સ્કિન પણ ટાઇટ થાય છે.

આ ઉપરાંત તમે તમારા ચહેરા પર સ્ક્રબ કરીને પણ ક્લિન કરી શકો છો. સ્ક્રબ કરવાથી સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ જો તમારા ફેસ પર ખીલ બહુ થાય છે તો તમારે સ્ક્રબ કરવું જોઇએ નહીં. સ્ક્રબ કરવાથી ખીલ વધારે થાય છે અને સાથે ઇન્ફેક્શન થવાનું જોખમ પણ વધી જાય છે. આ માટે તમે ફેશિયલ કરાવો પરંતુ સ્ક્રબ કરશો નહીં. સ્ક્રબ કરવાથી તમારી સ્કિનને નુકસાન થાય છે. સાથે સાથે તમને સલુનનો ખર્ચો મોંધો પડે છે તો તમે ઘરે મુલ્તાની માટી લગાવો. આ માટે મુલ્તાની માટી લો અને એમાં જરૂર મુજબ ગુલાબજળ એડ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવી દો અને 10 મિનિટ રહીને ફેસ ક્લિન કરી દો.