Site icon Revoi.in

ગુજરાતમાં બનાવટી ‘મા’ કાર્ડ કૌભાંડનો પર્દાફાશઃ વડોદરા,સુરત જામનગર અને અમરેલીથી બોગસ કાર્ડ પકડાયાં

Social Share

અમદાવાદઃ કોરોનાકાળમાં કેટલાક લોકો કૌભાંડ કરવાનું ચુકતા નથી હોતા,  ખાનગી હોસ્પિટલોમાં પણ મફત સારવારની સુવિધા આપતા ર્માં તથા ર્માં-વાત્સલ્ય યોજનાનાં બનાવટી કાર્ડનાં રાજયવ્યાપી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.  વડોદરા, સુરત, જામનગર, તથા અમરેલી જિલ્લામાંથી આરોગ્ય વિભાગે બનાવટી કાર્ડ પકડી પાડીને મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

રાજ્યના આરોગ્ય વિભાગનાં સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ 3.20 કરોડ ‘માં’ મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ છે. આ કાર્ડ ધરાવતાં લોકોને ખાનગી હોસ્પિટલોમાં કોરોના પેટે 50,000 રૂપિયા સુધીની સારવાર મફત મળે છે. ગરીબ લોકોને અત્યાધૂનિક સારવાર મળી શકે તે માટે માં કાર્ડ યોજના અમલી બનાવવામાં આવી હતી આવકના પ્રમાણ પત્રનાં આધારે ર્માં કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. માં કાર્ડ માટે મામલતદાર કે ટીડીઓ તરફથી અપાતા આવકનાં દાખલા વેબસાઈટ પર અપલોડ કરવાનું ફરજિયાત હોય છે તેમાં છેડછાડ માલુમ પડી હતી અને તેના આધારે બોગસ કાર્ડનાં રેકેટનો પર્દાફાશ થયો હતો વડોદરામાંથી 40 બનાવટી મા કાર્ડ મળ્યા હતા તેમાં એક એજન્ટની ભુમિકા ખુલતા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આરોગ્ય વિભાગની તપાસમાં એવો ખુલાસો થયો છે કે રાજયના અનેક શહેરોમાં બનાવટી ર્માં કાર્ડ કાઢી આપતી એજન્ટ ગેંગ જ સક્રિય છે અને રૂા.20 થી માંડીને રૂા.1000 માં બનાવટી કાર્ડ કાઢી આપવામાં આવી હતી. એક સપ્તાહ પૂર્વે જ અમેરલીમાં મોટા માંડવડા ગામનો યુવક મા કાર્ડ ઈસ્યુ કરતી એજન્સીનાં કર્મચારી પાસેથી આઈડી અને પાસવર્ડ સાથે પકડાયો હતો. 200 રૂપિયામાં ત્રણ ડઝન બનાવટી કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.આવકના પ્રમાણપત્રો પણ બોગસ હતા આ મામલે પણ પોલીસ ફરીયાદમાં આદેશ કરાયા છે. આ સિવાય જામનગરમાંથી પણ 50 બનાવટી મા કાર્ડ પકડાયા હતા. આ ગંભીર કૌભાંડ અન્ય જીલ્લાઓમાં પણ પથરાયું છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.