Site icon Revoi.in

શાહરુખ ખાનના સપોર્ટમાં આવ્યા મશહૂર એક્ટર શત્રુઘ્ન સિન્હા – જાણો શું કહ્યું અભિનેતાએ આર્યન ડ્રગ્સ કેસને લઈને

Social Share

 

મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી સમગ્ર મીડિયામાં આર્યન ડ્રગ્સ કેસ ખૂબ જ ચર્ચિત બન્યો છે, આ કેસને લઈને અભિનેતા શાહરુખ ખાન એ પોતાના પુત્રના કારણે ઘણું બધુ સહન કરવું પડી રહ્યું છે,તેમની જાહેરાતો પર રોક લવાવવામાં આવી છે તો ઘણા લોકો દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કેટલા બોલિવૂડના સ્ટાર્સ શાહરુખને સપોર્ટ પણ કરી રહ્યા છે,ત્યારે હવે બોલિવૂડ જગતના મશહુર અભિનેતા શત્રુઘ્ન સિન્હા શાહરુખના સપોર્ટમાં ઉતર્યા છે.

શત્રુઘ્ન સિંહાએ બોલિવૂડ જગતના લોકોને કાયર પણ કહ્યા હતા. શત્રુઘ્ન એ કહ્યું કે ઘણા લોકો શાહરુખ સાથે તેમનો હિસાબ બરાબર કરી રહ્યા છે, આ સમગ્ર મામલે શત્રુઘ્ન સિંહાનું કહેવું છે કે શાહરૂખને ધર્મના આધારે નિશાન બનાવવામાં આવી રહ્યો છે તે કહેવું ખોટું છે.

એક રિપોર્ટ અનુસાર શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે, અમે એમ નથી કહી શકતા કે તેમનો ધર્મ આ માટે કારણરુપ બન્યો છે પરંતુ કેટલાક લોકોએ હવે આ વસ્તુ ને વચ્ચે લાવવાનું શરૂ કરી દીધું છે, જે યોગ્ય વાત ન કહી શકાય. જે પણ ભારતીયો છે, તે ભારતના પુત્ર છે અને બંધારણમાં સમાન છે.

વધુમાં આ બાબતને લઈને તેમણે કહ્યું કે આર્યનનું નામ વધુ ઉછાળવામાં આવી રહ્યું છે કારણ કે તે શાહરુખ અર્થાત એક અભિનેતાનો પુત્ર છે. શત્રુઘ્ને કહ્યું, અલબત્ત શાહરૂખ ખાનને કારણે જ તેમના પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ સહિત ઘણા લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે પરંતુ તેમના વિશે કોઈ વાત કરી રહ્યું નથી. આ સાથે જ અભિનેતાએ આ બાબતમાં દીપિકા પાદુકોણ સાથે પણ આવું જ થયું હતું તે ઉલ્લખએ કર્યો હતો.

 

Exit mobile version