Site icon Revoi.in

બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રાચી દેસાઈનો આજે જન્મદિવસ,જાણો ટીવીથી લઇ ફિલ્મો સુધીની સફર

Social Share

મુંબઈ:બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રાચી દેસાઈ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. પ્રાચીનો જન્મ 12 સપ્ટેમ્બર 1989 ના રોજ ગુજરાતના સુરતમાં થયો હતો. પ્રાચી દેસાઈનું નામ એ અભિનેત્રીઓમાં સામેલ છે. જેમણે બોલિવૂડમાં કામ કરતા પહેલા ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

પ્રાચીએ ઘણી મહેનતથી બોલિવૂડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. પ્રાચી સોશિયલ મીડિયા પર ભાગ્યે જ એક્ટિવ હોય છે. જ્યાં આજદિન સુધી આ અભિનેત્રીનું નામ બોલિવૂડના કોઇ સ્ટાર સાથે જોડાયેલ નથી.

પ્રાચીએ 2006 માં પોતાની સિરિયલ કસમ સે થી અભિનયની શરૂઆત કરી હતી. જે પછી તેને “કસૌટી જિંદગી કી” માં જોઈ હતી.અભિનેત્રીના કામને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે તેને બોલિવૂડમાં આવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો અને તે 2008 માં ફરહાન અખ્તરની ફિલ્મ “રોક ઓન !!” માં જોવા મળી હતી. આ પછી, પ્રાચી દેસાઈ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, ‘બોલ બચ્ચન’, ‘આઈ મી ઓર મૈં’ જેવી ઘણી સારી ફિલ્મોમાં જોવા મળી છે.

Exit mobile version