Site icon Revoi.in

બોલિવૂડના જાણીતા દિગ્દર્શક મહેશ ભટ્ટનો આજે જન્મદિવસઃ- જાણો તેમના વિશેની કેટલીક અનકહી વાતો

Social Share

મુંબઈઃ- મહેશ ભટ્ટ બોલિવુડ માં જાણીતું નામ છે તેમનો જન્મ 20 સપ્ટેમ્બર વર્ષ 1948મા થયો હતો આજે તેઓ  73મો જન્મદિવસ મનાવી રહ્યા છે મહેશ ભટ્ટ જેઓ પ્રખ્યાત દિગ્દર્શક તરીકે ઘણી સફળતા પામ્યા છે. તેમણ પોતાની કારકિર્દીમાં અનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું છે જેમાં અર્થ, આશિકી, સારંશ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મહેશે 1970 માં દસ્તાવેજ ફિલ્મ ‘સંકટ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

મહેશ ભટ્ટ બોલિવૂડ જગતના જાણીતા નામાંકિત પ્રોડ્યૂસર અને સ્ક્રીનરાઈટર છે, મહેશ ભટ્ટે પોતાના સ્કૂલનો અભ્યાસ ડોન બોસ્કો હાઈસ્કૂલ માટુંગામાં કર્યો હતો.ત્યાર બાદ તેમણે પૈસા કમાવાની શરુાત કરી હતી. જેથી તેમણે નાની નોકરી કરી,

માત્ર 20 વર્ષની વયે તેમણે જાહેરાતો માટે લખવાનું કાર્ય શરુ કર્યું, ,ઘણા ઓછા લોકો જાણતા હશે કે તે દાયકામાં જ્યારે મહેશ ભટ્ટ સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારે મહેશ ભટ્ટ સ્મિતા પાટિલ અને વિનોદ ખન્નાના સેક્રેટરી તરીકે પણ કામ કરતા હતા.

જ્યારે મહેશ ભટ્ટ માત્રને માત્ર 26 વર્ષના જ હતા ત્યારે નિર્દેશનક તરીકે ફિલ્મ ‘મંજીલે ઓર ભી હૈ’ ……થી બોલિવૂડમાં પોતાની કરિયરની શાનદાર શરુઆત કરી હતી. આ ફિલ્મ બાદ તેઓએ લહૂ કે દો રંગ, અર્થ, સારાંશ નામ, ડેડી, આશિકી, દિલ હૈ કે માનતા નહીં અને હમ હૈ રાહી પ્યાર કે સહિત અનેક સુપર હિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. આ સાથે જ તેમણે ઘણી સિરિયલો માટે પણ સારુ કામ કર્યું છે.જેમાં નામકરણ સિરિયલ માટે પણ તેઓ જાણીતા બન્યા હતા.

તેમણે  કોલેજના દિવસોમાં તેમણે લોરિએન બ્રાઈટ નામની યુવતી સાથે પ્રેમ તયો . લોરિએન બ્રાઈટે બાદમાં નામ બદલીને કિરન ભટ્ટ કરવામાં આવ્યું, કિરણ ભટ્ટ પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટની માતા છે. જોકે, આ સંબંધ ત્યારે ટૂત્યો જ્યારે મહેશ ભટ્ટ અને મશહૂર અભિનેત્રી પરવીન બોબી સાથેના અફેરની ચર્ચાઓ જોર પકડ્યું.

એક દાયકામાં મહેશ ભટ્ટનું નામ પરવીન બાબી સાથએ જોડવામાં આવ્યું હતું તેમના અફેરની ચર્ચાઓ તારે બાજુ જોવા મળી રહી હતી,ત્યાર બાદ પરવીન સાથે તેમના સંબંધ બગડ્યા તો તેમના જીવનમાં સોની રાજદાનની એન્ટ્રી થઈ હતી. ત્યાર બહાદ મહેશ ભટ્ટે સોની રાજદાન સાથે લગ્ન કરી લીધા હતા.આ લગ્ન માટે મહેશ ભટ્ટે મુસ્લિમ ધર્મ પણ અંગિકાર કરી લીધો હતો. આ લગ્નથી મહેશ ભટ્ટને બે બાળકો શાહીન ભટ્ટ અને આલિયા ભટ્ટ છે .બન્ને ફિલ્મોમાં સફલ અભિનેત્રી તરીકે જોવા મળે છે.