Site icon Revoi.in

જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીને અજાણ્યા વ્યક્તિએ ઈમેલ પર આપી જાનથી મારી નાખવાની ઘમકી, ઈમેલમાં લખ્યું કે ’20 કરોડ નહી આપો તો જાનથી મારી નાખીશું’

Social Share

દિલ્હીઃ   મુકેશ અંબાણી કે જે દેશના જાણીતા બિઝનેસમેન અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે જેઓ અવાર નવાર તેઓ પોતાના કાર્યને લઈને સમાચારની હેડલાઈનમાં બનતા રહેતા હોઈ છે જો કે આજેરોજ તેઓ કંઈક અલગ કારણસર સમાચારની હેડલાઈન બન્યા છે,કારણ કે કોઈક એ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ઘમકી આપી છે .

પ્રાપ્ત માહિતી પ્રમાણે મુકેશ અંબાણીને તેમના સત્તાવાર ઈમેલ આઈડી પર આ ધમકી મળી છે. એટલું જ નહી ઘમકી સહીત તેમના પાસેથી 20 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. આ મેઇલ 27 ઓક્ટોબરે મોકલવામાં આવ્યો હતો. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે મુંબઈના ગાંવદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.