- હર્ષ લિમ્બાચિયા -ભારતીના ઘરે દિકરાનો થયો જન્મ
- ભારતી કોમેડિ જગતનું મશહૂર નામ છે
- ભારતી સિંહના ઘરે ખુશીનો માહોલ
મુંબઈઃ- તીવી જગતની મશહૂક કોમેડિયન કલાકાર ભારતી સિંહના ઘરે દિકરાનો જન્મ થયો છે, હર્ષ લિમ્બાચિયા અને ભારતી સિંહ માતા પિતા બન્યા છે, છેલ્લા ઘણા સમયથી ભારતી સિંહ પોતાના આવનારા બાળકને લઈને ખુશ જોવા મળી રહી છે, સોશિયલ મીડિયા પર ભારતી સિંહ માટે છેલ્લા ઘણા સમયથી તેના ગૂૃ વિશ આપી રહ્યા હતા.
ભારતી સિંહ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે, છેવટે ભારતી સિંહના ઘરે ખુશીના સમાચાર આવ્યા છે તે માતા બની છેકોમેડિ ક્વિન ભારતી સિંહે પોતે તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેના ચાહકોને આ ગૂડ ન્યૂઝ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીના ચાહકો આ સમાચાર સાંભળીને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. તેના ચાહકો તેને આ ખુશી માટે ખૂબ અભિનંદન આપી રહ્યા છે. ભારતીની પોસ્ટ પર ફેન્સ તરફથી કોમેન્ટ્સનો પૂર આવ્યો છે.
ભારતી સિંહે હાલમાં જ તેના ફેન્સ સાથે તેના જીવનના સૌથી મોટા સમાચાર શેર કર્યા છે. કોમેડિયન ભારતી સિંહ માતા બની ગઈ છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. આ માહિતી ભારતીની લેટેસ્ટ પોસ્ટમાંથી મળી છે. શેર કરેલી પોસ્ટ પર અર્જુન બિજલાણી, જય ભાનુશાલી, માહી વિજ, વિશાલ સિંહ સહિત સેલેબ્સ અને ફેન્સ આ કપલને જોરદાર અભિનંદન આપી રહ્યા છે.
ભારતી સિંહ પોતાના પ્રેગ્નન્સી પિરીયડ દરમિયાન પર સતત કામ કરતી જોવા મળી હતી તેણે છેલ્લે સુધી કામ કર્યું છે.સતત તે ટીવી પર પ્રેગનેન્સીની હાલતમાં જોવા મળી છે એક રિયાલિટી શો હોસ્ટ કરી રહી છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળતા હોય છે