Site icon Revoi.in

મશહૂર ક્રિકેટર સચિન તેંદુલકર કોરોના પોઝિટિવ – ટ્વિટ કરીને આપી જાણકારી, ઘરમાં થયા ક્વોરોન્ટાઈન

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, કોરોનાની ઝપેટમાં અનેક સેલિબ્રિટીઓ અને અનેક સ્ટાર્સ આવી ચૂક્યા છે,ત્યારે હવે દેશના જાણીતા ક્રિક્રેટર સચિન પણ કોરોનાના સંક્રમણથી બચી શક્યા નથી તેઓ પણ છેવટે કોરોનાની ઝપેટે આવી ચૂક્યા છે.આ મામલે તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી છે.

ઓલ-ટાઇમ મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરને કોરોના ચેપ લાગ્યો છે. શનિવારે સવારે ટ્વિટર પર ટ્વિટ કરીને માહિતી આપતા તેમણે લખ્યું કે, ‘હું સતત પરીક્ષણ કરાવતો રહેતો હતો, તેમજ તમામ દિશો નિર્દેશોનું પાલન પણ કરતો હતો છતાં હું હળવા લક્ષણો સાથે કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. ઘરના અન્ય લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મેં મારી જાતને ક્વોરોન્ટાઈન કરી લીધી છે અને તમામ પ્રોટોકોલોનું પાલન પણ કરી રહ્યો છું. હું ડોકટરોની સલાહને અનુસરી રહ્યો છું. હું અને વિવિધ દેશોના લોકોની સંભાળ લેનારા તમામ આરોગ્ય કર્મચારીઓનો પણ આભાર માનું છું.

સાહિન-

Exit mobile version