Site icon Revoi.in

ગુજરાતી સિનેજગતના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનું નિધનઃ રિવોઈ પરિવારે પાઠવી શ્રદ્ધાંજલી

Social Share

અમદાવાદઃ- ગુજરાતી સિનેજગતના જાણીતા ચહેરાએ આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે, ગુજરાતી ફિલ્મોના જાણીતા દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થવા પામ્યું છે. તેમની અણધારી વિદાયને લઈને તેમના પ્રસંશકો તેમજ ગુજરાતી સિનેજગતમાં શોકની લાગણી છવાઈ છે.ગુજરાતી ફિલ્મના અભિનેતા અરવિંદ રાઠોડના નિધનથી જાણીતા ગુજરાતી ન્યૂઝ પ્રોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)એ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ તેમને શ્રદ્ધાંજલી પાઠવીને ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.

 

ઉલ્લેખનીય છે કે તેમણે 250થી પણ વઘુ જાણીતી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનવાવ્યું છે, તેમના અભિનયની પ્રસંશા કરવી રહી, હિન્દી ફિલ્મોમાં પ્રાણ હંમેશા વિલનના રોલ કરતા જોવા મળતા હતા તેજ રીતે ગુજરાતી ફિલ્મોના ‘પ્રાણ’ તરીકે પણ અરવિંદ રાઠોડને ઓળખવામાં આવતા હતા, ખાસ કરીને નકારાત્મક રોલમાં તેઓ વધુ જોવા મળ્યો છે,ગુજરાતી ફિલ્માના વિલન તેમની એક આગવી ઓખળ બની છે.

કલાકાર અરવિંદ રાઠોડને ‘મેરા નામ જૉકર’ જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અનક ગુજરાતી ફિલ્મા સિવાય નાટકો અને સિરિયલોમાં પણ શાનદાર અભિનય આપ્યો છે, આ સાથે જ બોલિવૂડની ફિલ્મોમાં પણ તેઓ જોવા મળ્યા હતા.તેમણે અમિતાભ બચ્ચન સાથે ‘અગ્નિપથ’ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

કલાકાર અરવિંદ રાઠોડના નિધનથી ગુજરાતી સિનેમા જગતને મોટી ખોટ પડી છે, તેમના મોતથી અનેક લોકો દુઃખી થયા છે,તેમણે જ્હોની ઉસકા નામ, બદનામ ફરિશ્તે, મહાસતી સાવિત્રી, કોરા કાગઝ, ભાદર તારા વહેતા પાણી જેવી અનેક ફિલ્મોમાં અભિનય કરીને લોકોના દિલ જીત્યા છે.