Site icon Revoi.in

મશહુર સિંગર અદનાન સામીનું જોરદાર ટ્રાંસફોર્મેશન -જૂઓ ઓળખી પણ ન શકાય તેવો શાનદાર ન્યૂ લૂક

Social Share

 

તેરી ઊઁચી શાન હે મોલા,,,,,,આ સોંગના શબ્દો સાંભળતાની સાથે જ દરેકની આંખોમાં એદનાન સામીની ઈમેજ છત્તી થઈ જા છે, અદનાન સામી ખાસ કરીને પોતાના હેવી વેઈટને લઈને ચર્ચાનો વિષ્ય રહેતા 4 ગણું તેમનું હેવી બોડી તેમની એક અલગ ઓળખાણ હતી તેમ કહીએ તો પણ ખોટબ નથી. જો કે હવે આજની તારીખમાં તમે અદનાન સામીને જોશો તો કદાચ ઓળખી જ નહી શકો,જી હા અદનાન સામીએ પોતાની બોડીને હવે પરફેક્ટ શેપ આપી દીધો છે તેમનું શાનદાર ટ્રાન્ફોર્મેશન જોઈને તમે પણ ચોક્કસ ચોંકી જ જશો.

સામીનું વજન 230 કિલો હતું, પરંતુ ધીમે-ધીમે તેણે ઘણું વજન ઘટાડ્યું હતું, પરંતુ હવે માલદીવથી સામે આવેલા નવા ફોટામાં ગાયકને ઓળખવો મુશ્કેલ છે. અદનાન સાવ બદલાયેલા દેખાય રહ્યા છે.

એક નજરમાં તમને લાગશે કે તે કોઈ બીજું છે! તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. દરેક વ્યક્તિ કહે છે કે તેઓ તેમની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.

50 વર્ષના અદનાન સામીને  દરેક લોકો આશ્ચર્ય પામી રહ્યા છે. તેનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ખરેખર કહેશો કે તે અદનાન સામી છે જ નથી! લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ બન્યો છે.

અદનામ ઘણા વર્ષોથી પોતાનું વજન ઘટાડી રહ્યો છે. તેનું વજન 230 કિલો સુધી પહોંચી ગયું હતું, ત્યારપછી ઘૂંટણ પર ભાર આવવા લાગ્યો હતો. ત્યારબાદ ડોક્ટરોએ તેને વજન ઘટાડવાની સલાહ આપી પછી તેમણે ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.તેમણએ 11 મહિનામાં 165 કિલો વેઈટ લોસ કર્યો હતો.

પહેલા માત્ર ચાલવાનું શરુ કર્યું પછી થોડું વજન ઘટાડ્યા બાદ ટ્રેડમિલ અને કાર્ડિયો કરવાનું શરૂ કર્યું. આ સાથે, તેણે તેના ખોરાક પર ઘણો નિયંત્રણ રાખ્યો અને તંદુરસ્ત આહાર લેવાનું શરૂ કર્યું. ડાયટ ફોલો કરીને છેવટે તેમણએ આ કરી જ બતાવ્યું.

હવે તમે સામીને જોઈને કહી શકો છો કે તેમણે પોતાની ફિટનેસને લઈને કેટલું ધ્યાન આપ્યું હશે જે વ્યક્તિ 250 કીલોથી એકદમ સ્લિમ બની ગયો છે તેને જોઈને નવાઈ લાગે તે વાત સહજ છે.

ઉલ્લેખનીય છે કે અદનાન સામી ગાયક, સંગીતકાર, સંગીત રચયિતા અને પિયાનોવાદક છે. તે હિન્દી અને દક્ષિણ ફિલ્મો માટે ભારતીય અને પશ્ચિમી સંગીત કંપોઝ કરે છે અને ગાય છે. સંગીતની દુનિયામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને દેશના સર્વોચ્ચ પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.તેમણે ………’તેરા ચહેરા’…’ભર દો જોલી મેરી’ ….’સનુ જરા ‘…….’તેરી ઊંચી શાન હે મોલા’……જેવા મશહૂર સોંગને અવાજ આપ્યો છે.