Site icon Revoi.in

જાણીતા ગાયક શંકર મહાદેવને પ્રથમ ‘બ્રીથલેસ’ હનુમાન ચાલીસા કરી લોંચ, સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ

Social Share

મુંબઈઃ-  જાણીતા પ્લેબેક સિંગર અને કંપોઝર શંકર મહાદેવન કોઈની ઓળખના મોહતાઝ નથી, તેમણે બોલિવૂડમાં એકથી એક સોંગ કમ્પોઝ કર્યા છે અને ગાયા પણ છે,તેમની ગાયિકકીના સો કોઈ દિવાના છે,શંકર મહાદેવને સંગીતની દુનિયામાં ઘણા એવોર્ડ જીત્યા છે.

સંગીત જગતમાં મહાદેવનના ચાહકોની સંખ્યા ખૂબ વધું છે ત્યારે હવે તેમના ચાહકો માટે તેઓ હનુંમાન ચાલીસા લઈને આવી ગયા છે.તેઓ અવનવા પ્રયોગ સંગીતમાં કરતા હોય છે અને તેમાં સફળ સાબિત થતા હોય છે.

ઘણા વર્ષો પહેલા શંકર મહાદેવને ગાયિકીમાં બોલિવૂડમાં  બ્રીથલેસનો ખ્યાલ ઈન્ટ્રટ્યૂસ કરાવ્યો હતો, આ સાથે જ ગાયિકીનો એક નવતર પ્રયોગ કર્યો હતો અને એક આલ્બમ જારી. હવે એ જ તર્જ પર શંકર મહાદેવને પોતાનો પહેલી બ્રીથલેસ હનુમાન ચાલીસાનો વીડિયો લોન્ચ કર્યો છે. તેનો વીડિયો શેમારુ ભક્તિના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 

આ વીડિયોને શેર કરતાં શંકર મહાજેવને લખ્યું છે કે, “જય શ્રી રામ ????️ ???? #HanumanJayantiSpecial Singer – શંકર મહાદેવન જીના અવાજમાં રામ ભક્ત બજરંગબલીને સમર્પિત હનુમાન ચાલીસા (બ્રીથલેસ) રિલીઝ થઈ ગઈ છે”.

આ વીડિયોમાં શંકર મહાદેવન અદ્ભુત રીતે હનુમાન ચાલીસા ગાતા જોવા મળે છે. તે શ્વાસને અટકાવ્યા વિનાની શૈલીમાં,ખૂબ જ ઝડપી હનુમાન ચાલીસા બોલી રહ્યા છે.આ વીડિયો રિલીઝ થતા જ યૂઝર્સ તેમની આ અનોખી ગાયિકીના વખાણ કરી રહ્યા છે.