Site icon Revoi.in

મેદાનમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની નમાજ યોગ્ય, તો પછી ધોનીના ગ્લવ્સ પર પેરામિલિટ્રી ફોર્સના બલિદાન બેઝથી શું મુશ્કેલી છે?

Social Share

જ્યારે વાત ક્રિકેટ અને દેશભક્તિની કરવામાં આવે છે, તો ભારતીય ફેન્સના જોશનો કોઈ સ્પર્ધક નથી. પછી ચાહે ક્રિકેટરોને ભગવાનની જેમ પૂજવાના હોય અથવા સેનાના સમર્થનમાં આવવાનું હોય. પરંતુ ગુરુવારે એક એવો વિવાદ સામે આવ્યો કે જેનાથી ક્રિકેટ અને સેનાના સમ્માનનો મામલો જોડાયેલો છે.

મહેન્દ્રસિંહ ધોનીના ગ્લવ્સ પર પેરામિલિટ્રી ફોર્સના બલિદાન બેઝના નિશાનને આઈસીસીએ હટાવવાનું ફરમાન કર્યું છે. હવે લોકો કહે છે કે જ્યારે મેચથી પહેલા ખેલાડી મેદાનમાં નમાજ પઢી શકે છે, તો પછી ગ્લવ્સમાં શું ખોટું છે. ફેન્સ છે કે માનવા માટે તૈયાર નથી અને તેને હવે આ મામલો સેનાના સમ્માન સાથે જોડવામાં આવ્યો છે.  

મહેન્દ્રસિંહ ધોની, પ્રાદેશિક સેનામાં માનદ લેફ્ટિનેન્ટ કર્નલ છે. તેવામાં તેમની પાસે સત્તાવાર રીતે એ અધિકાર છે કે તેઓ આ બેઝનો ઉપયોગ કરી શકે છે. માટે ધોનીએ સમ્માન દર્શાવતા પોતાના વિકેટકીપિંગ ગ્લવ્સ પર બલિદાન મેડલનું નિશાન લગાવ્યું છે. જ્યારે ફેન્સને ખબર પડી તો દરેકે ધોનીના વખાણ કર્યા હતા.

પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને આ વાત પસંદ પડી નથી. આઈસીસીએ બીસીસીઆઈને લખીને અપીલ કરી છે કે મહેન્દ્રસિંહ ધોનીને અપીલ કરવામાં આવે કે આ ગ્લવ્સનો ઉપયોગ કરવામાં આવે નહીં. જેના પર ક્રિકેટ જગત, સોશયલ મીડિયા પર મોટી ચર્ચા છેડાઈ છે.

સોશયલ મીડિયા પર કેટલાક લોકો પાકિસ્તાની ટીમની તસવીરો શેયર કરી રહ્યા છે. જેમાં તેઓ મેદાન પર જ નમાજ પઢી રહ્યા છે. તેવામાં લોકો સવાલ કરી રહ્યા છે કે જો કોઈ આખી ટીમ મેદાન પર પોતાની ધાર્મિક ભાવનાઓને પ્રગટ કરી શકે છે, તો પછી માત્ર ગ્લવ્સ પર બેઝ લગાવવાથી શું સમસ્યા છે. જ્યારે ધોની ખુદ લેફ્ટિનેન્ટ કર્નલ છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા એક વાર જ્યારે અફઘાનિસ્તાનની ટીમની પણ એક નમાજ પઢતી તસવીર સામે આવી હતી, ત્યારે ઘણો વિવાદ સર્જાયો હતો. ત્યારે ઈન્ઝમામ ઉલ હક અફઘાનિસ્તાનની ટીમના કોચ હતા.

નમાજવાળી વાતને માત્ર ફેન્સ જ નહીં, પરંતુ મોટી હસ્તીઓએ પણ ઉઠાવી છે. પાકિસ્તાનના તારીક ફતેહે પણ આ મામલે વાંધો વ્યક્ત કર્યો છે. તો ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બાઈચુંગ ભૂટિયાએ પણ કહ્યું છે કે ધોનીના આ પ્રકારના બેઝનો ઉપયોગ કરવામાં કોઈ ભૂલ નથી, પરંતુ જો આઈસીસીનો નિયમ છે, તો તેને પણ જોવો પડશે.

ભારતીય ઓલિમ્પિયન સુશીલ કુમારે પણ કહ્યુ છે કે જ્યાં સુધી કોઈએ કોઈ ફરિયાદ નહીં કરી હોય, ત્યાં સુધી આ મામલો સામે આવ્યો નહીં હોય. પાકિસ્તાનના પ્રધાને પણ આ મુદ્દાને ઉઠાવ્યો છે. તેમણે ક્હયુ છે કે આનાથી કોઈને પણ મુશ્કેલી હોવી જોઈએ નહીં, પરંતુ નિયમોને પણ જોવા પડશે.

આઈસીસીનો નિયમ કહે છે કે કોઈપણ ખેલાડી પોતાના ડ્રેસ પર એવી કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકે નહીં કે જેનાથી ધાર્મિક, રાજકીય અથવા વંશીય સંદેશો જાય અથવા તો પછી કોઈપણની ભાવનાઓને ઠેસ પહોંચે. જો કે એક તર્ક એ પણ આપવામાં આવ્યો છે કે આર્મીના બેઝથી કોઈને શું કોઈપણ પ્રકારની ઠેસ પહોંચી શકે છે?