Site icon Revoi.in

વિચિત્ર માછલી ! જેની આંખો લીલી અને માથું પારદર્શક છે,તે જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા

Social Share

આ વિશ્વમાં પ્રાણીઓથી લઈને માછલીઓ સુધીની કરોડો પ્રજાતિઓ છે.જો કે આપણે આમાંથી માત્ર થોડા જ વિશે જાણીએ છીએ.તે વૈજ્ઞાનિકોના બસ ની પણ વાત નથી કે,તે તમામ પ્રકારના જીવ-જંતુઓને ઓળખી શકે.તેના નામ યાદ રાખી શકે.જો કે, તેઓ મોટાભાગના અને ખાસ કરીને આવા જીવો વિશે જાગૃત છે, જે ઘણીવાર જોવા મળે છે.દુનિયામાં આવા અનેક જીવો છે, જે ભાગ્યે જ જોવા મળે છે.જેમાં માછલીઓનો પણ સમાવેશ થાય છે.

વાસ્તવમાં દરિયાની ઊંડાઈમાં રહેતી ઘણી માછલીઓ વિશે લોકો જાણતા નથી, કેટલીક માછલીઓ એવી હોય છે જેને જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. અમેરિકાના કેલિફોર્નિયાના મોન્ટેરી ખાડીમાં આવી જ એક માછલી મળી આવી છે, જેને જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.આ વિચિત્ર માછલીની આંખો લીલી અને માથું પારદર્શક છે.

જોકે તે એક દુર્લભ માછલી છે, જેનું નામ બેરેલી છે. તેને ‘સ્પૂક ફિશ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરિયાના ઊંડાણમાં રહેતી આ માછલીની લીલી આંખો અંધારામાં પણ તે રીતે ચમકતી રહે છે, જે રીતે બિલાડીઓની આંખો ચમકતી હોય છે.

આ દુર્લભ અને વિચિત્ર માછલી સાથે સંબંધિત એક વીડિયો Monterey Bay Aquarium Research Institute દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર,આ માછલીનો વીડિયો બનાવવા માટે રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની ટીમે 5 હજારથી વધુ વખત દરિયાની નીચે ડૂબકી મારવી પડી હતી.

આ માછલી વિશે એવું કહેવાય છે કે,તેની વિચિત્ર આંખો તેને દરિયાની અંદર શિકાર શોધવામાં મદદ કરે છે.આ માછલી નાના જંતુઓને પોતાનો શિકાર બનાવે છે. Research Institute એ શોધેલી માછલીની લંબાઈ લગભગ 15 સેન્ટિમીટર છે.

અહેવાલો અનુસાર,આ અનોખી માછલી મોટાભાગે કેલિફોર્નિયાના દરિયાકાંઠે જોવા મળે છે,પરંતુ તે લગભગ 3,300 ફૂટની ઊંડાઈએ જ જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,આ માછલી પાણીમાં પોતાના ઈંડા છોડી દે છે. આ સિવાય આ માછલીઓના માથાની ડિઝાઇન પણ અલગ-અલગ પ્રકારની હોય છે. અત્યારે તો આવું કેમ છે તેના પર સંશોધન ચાલી રહ્યું છે, પરંતુ હાલ આ માછલી આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની રહી છે.