Site icon Revoi.in

ફરહાન અખ્તર 21 ફેબ્રુઆરીએ શિબાની દાંડેકર સાથે સાત ફેરા લેશે

Social Share

મુંબઈ: બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તર તેની લેડી લવ શિબાની દાંડેકર સાથે 21 ફેબ્રુઆરી 2022ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ જોડી ત્રણ વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે.

બોલિવૂડમાં ચર્ચા છે કે,આ કપલ કોર્ટ મેરેજ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ લગ્ન ફરહાન અખ્તરના પિતા જાવેદ અખ્તરના ફાર્મ હાઉસ પર થવાના છે.

જાવેદ અખ્તરે આ અપડેટની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, “હા, લગ્ન થઈ રહ્યા છે. વેડિંગ પ્લાનર્સ લગ્નની તૈયારીઓનું ધ્યાન રાખી રહ્યા છે.”

ફરહાને આ પહેલા વર્ષ 2000માં હેરસ્ટાઈલિસ્ટ અધુના સાથે લગ્ન કર્યા હતા. તેઓ 16 વર્ષ પછી અલગ થઈ ગયા. ભૂતપૂર્વ યુગલ તેમની પુત્રીઓ – શાક્યા અને અકીરાની સંભાળ લઈ રહ્યા છે.