Site icon Revoi.in

જામનગરના હાપા સહિતના માર્કેટ યાર્ડ્સમાં લાલ મરચાની આવક, સારા ભાવથી ખેડુતોમાં ખૂશી

Social Share

જામનગરઃ જિલ્લામાં ખેડુતો કપાસ અને અન્ય પાકની સાથે મરચાના વાવેતરમાં પણ વધારો કરવા લાગ્યા છે. હાલ ખરીફ પાકની તમામ માર્કેટયાર્ડ્સમાં ધૂમ આવક થઈ રહી છે. જેમાં હાપા સહિતના માર્કેટિંગ યાર્ડ્સમાં યાર્ડમાં સુકા મરચાની આવકના શ્રી ગણેશ થયા છે. લાલ મરચું નવી આવક સાથે જ તેના રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.

જામનગર હાપા માર્કેટમાં 25 ભારી લાલ સુકા મરચાની આવક થઈ છે. હાપા માર્કેટ યાર્ડના સેક્રેટરીના કહેવા મુજબ  પ્રથમ વખત યાર્ડમાં આ વર્ષના પહેલા સુકા લાલ મરચાની આવક થઈ છે. આ મરચાનો એક મણનો ભાવ 2740થી 5700 રૂપિયા બોલાયો હતો. આ મરચાની આવક થતાં જ લાલ સુકા મરચાની હરાજી થઈ ગઈ હતી. આમ પહેલી જ આવકના સૌથી ઉંચા ભાવ 5700 રૂપિયા બોલાયા હતા.  હાપા માર્કેટ યાર્ડમાં મગફળીના પણ ઉંચા ભાવ ખેડૂતોને મળી રહ્યાં હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ગોંડલ વિસ્તારમાં પણ મરચાનું સારૂએવું વાવેતર થયુ છે. ગોંડલ ઉપરાંત રાજકોટના માર્કેટ યાર્ડમાં  સુકા લાલ મરચાની થઈ હતી. આ સાથે જ માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ, ઘઉં અને સોયાબીન સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો હોવાથી આસપાસના વિસ્તારના ખેડૂતો પણ પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં આવે છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ચોકડી ગામના ખેડૂત  4 ક્વિન્ટલ લાલ સુકા મરચા લઈને યાર્ડ પહોંચ્યા હતા.માત્ર મરચા જ નહીં પણ ખરીફ પાકના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.