Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં પુરતા ભાવ ન મળ્યા છતાં ખેડુતોએ 6000 હેકટરમાં કર્યું ડુંગળીનું વાવેતર

Social Share

ભાવનગરઃ જિલ્લામાં આ વખતે ચોમાસા દરમિયાન સરેરાશ સારો વરસાદ પડ્યો હતો. એટલે રવિ સીઝનમાં સિંચાઈ માટે પુરતું પાણી મળી રહેતા તેમજ સાનિકૂળ હવામાનને લીધે જિલ્લામાં ડુંગળીનો મબલખ પાક થયો હતો. જો કે ખેડુતોને ડુંગળીના પુરતા ના મળતા કફોડી સ્થિતિમાં મુકી દીધા હતા. એટલે ઉનાળું વાવણીમાં ડુંગળીનું ઓછું વાવેતર થશે તેમ લાગતું હતું. પરંતુ તળાજા મહુવા સહિત જિલ્લામાં ખેડુતોએ ઉનાળું ડુંગળીનું વાવેતર 6000 હેકટરમાં કર્યું છે. જે ગુજરાતમાં ડુંગળીના વાવેતરમાં ભાવનગર જિલ્લો મોખરે રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકની જેમ ઉનાળુ પાકના વાવેતરમાં પણ આરંભથી જ ઝડપ જોવા મળી છે. ગત વર્ષેની તુલનામાં આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. માવઠાના માહોલ બાદ ગરમીની સિઝનમાં વાવેતરમાં વૃદ્ધિ થઇ છે. ગત સપ્તાહે જિલ્લામાં કુલ વાવેતર 51,700 હેકટર હતુ તે આ સપ્તાહે વધીને 53,300 હેકટર થઇ ગયું છે. ખાસ તો રાજયમાં ઉનાળુ ડુંગળીનું કુલ વાવેતર 9,200 હેકટરમાં થયું છે અને તે પૈકી ભાવનગર જિલ્લામાં વાવેતર 6,000 હેકટર થયું હોય રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર થયું છે તે પૈકી એકલા ભાવનગરમાં જ 65.22 ટકા વાવેતર થયું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં હવે માવઠાનો માહોલ દુર થયો છે અને ગરમીનો આરંભ થઇ ગયો છે ત્યારે 53,300 હેકટર થઇ ગયું છે. ભાવનગર જિલ્લામાં ગત વર્ષે બાજરીનું આ સમયગાળામાં વાવેતર 6600 હેકટર હતુ. તે આ વખતે વધીને 8400 હેકટર થઇ ગયું છે. ભાવનગર જિલ્લામાં મગફળીનું વાવેતર 8300 હેકટર થયું છે. જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સર્વાધિક છે. સૌરાષ્ટ્રમાં ઉનાળુ મગફળીનું કુલ વાવેતર 15,600 હેકટરમાં થયું છે અને તે પૈકી ભાવનગર જિલ્લામાં અડધાથી વધુ વાવેતર થયું છે. ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી, ડુંગળી, બાજરી અને તલ હોય છે. જેમાં ઉનાળા આરંભે જ ગરમી પડવા લાગી છે, અને જળાશયોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભરાયેલું છે ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી શરૂ કરી દીધી છે. જેમાં બાજરી, મગફળી અને તલ મુખ્ય છે. સાથે શાકભાજી અને મગ પણ છે. ડુંગળીના છોડને બીજથી કંદ તૈયાર થવા સુધીમાં એક ઋતુ લાગે છે. પરંતુ બીજથી ફરી બીજ તૈયાર થવા માટે બે ઋતુ એટલે કે બે વર્ષ જેટલો સમય લાગતો હોવાથી તેને દ્વિ વાર્ષિક પાક પણ કહે છે.