Site icon Revoi.in

ટિકૈતની ધમકીઃ દેશભરમાં ખેડુતોનું આંદોલન વધુ તીવ્ર બનશે, હવે ગુજરાતમાં પણ આંદોલન થશે

Social Share

નવા કૃષિ કાયદા વિરુદ્ધ જારી કિસાનોનું પ્રદર્શન એકવાર ફરી મજબૂત બની રહ્યું છે. આંદોલનના સાત મહિના પૂરા થવા પર આજે દેશભરમાં સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા ખેતી બચાવો-લોકતંત્ર બચાવો દિવસ મનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કૃષિ કાયદા વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવતા કિસાનોએ રાજ્યપાલોને મળ્યા અને આવેદન પત્ર આપ્યું હતું.

બીકેયુના વરિષ્ઠ નેતા રાકેશ ટિકૈત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે 4 લાખ ટ્રેક્ટર અને 25 લાખ આંદોલનકારી દિલ્હીને ઘેરવા તૈયાર છે. દિલ્હીની બે સરહદ ટીકરી અને ગાઝીપુરમાં ખેડૂતોએ ધામા નાખી દીધા છે. બીકેયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે અમે અમારી માગ પર અડગ છીએ. કેન્દ્ર ત્રણેય નવા કૃષિ કાયદા રદ કરે.

તેમણે વધુંમાં જણાવ્યું કે, સંસદ તો કિસાનોની હોસ્પિટલ છે. ત્યાં અમારી સારવાર થશે. અમને જાણવા મળ્યું છે કે કિસાનોની સારવાર એમ્સથી સારી સંસદમાં થાય છે. અમે અમારી સારવાર ત્યાં કરાવીશું. જ્યારે પણ દિલ્હી જવાનું થશે સંસદ જશું.

સંયુક્ત કિસાન મોરચાના નેતા ગુરનામ સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર હવે નહીં જાગે તો આગામી યુપી અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં તેનાં પરિણામ ભોગવવા પડશે. અમે જેવી પ.બંગાળમાં ભાજપને હરાવવા અપીલ કરી હતી તેવી જ યુપી અને ઉત્તરાખંડમાં પણ કરીશું.