Site icon Revoi.in

5 હજારથી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર કિડની હોસ્પિટલના સ્થાપક ડૉ. એચ. એલ. ત્રિવેદીનું નિધન

Social Share

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના કિડની વિભાગના સ્થાપક અને વિશ્વભરમાં 5000 જેટલી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉ.એચ.એલ ત્રિવેદીનું 90 વર્ષની વયે નિધન થયું છે. બપોરે અઢી (2:35) વાગ્યે તેમનું અવસાન થયું હતું. આવતી કાલે તેમના પાર્થીવ દેહને દર્શનાર્થે ઈન્સ્ટિટ્યુટના પ્રમાઈસિસમાં સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે.

ડૉ.ત્રિવેદી છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને તેમને અમદાવાદની કિડની હૉસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરો મુજબ ડૉ.ત્રિવેદીના મગજના જ્ઞાનતંતુ સૂકાઈ ગયા હતા અને તેમને પાર્કિન્સન્સ નામની બીમારી પણ હતી.

વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા બનેલા ડો. ત્રિવેદીનું આખુ નામ ડો. હરગોવિંદ લક્ષ્મીદાસ ત્રિવેદી છે. તેઓ સુરેન્દ્રનગરના ચોરાવડ ગામના વતની છે. શરૂઆતમાં તેમણે બી.જે મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી, ત્યારબાદ તેઓ કેનેડા જઇને વસી ગયા હતા. પરંતુ પોતાના વતનની યાદ તેમને ફરીએકવાર ગુજરાત ખેંચી લાવી. તેમણે અમદાવાદમાં આવી સિવિલ હોસ્પિટલમાં કીડની હોસ્પિટલની શરૂઆત કરી હતી.

ડૉ.હરગોવિંદ લક્ષ્મીદાસ ત્રિવેદી સુરેન્દ્રનગરના ચરાડવા ગામના વતની હતા. તેમણે બી.જે. મેડિકલ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા બજાવ્યા બાદ કેનેડાગમન કર્યુ હતું. જોકે, સ્વદેશ પ્રેમના કારણે તેઓ પરત ફર્યા હતા. વિશ્વભરમાં 400થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટનો વિક્રમ ધરાવનારા ત્રિવેદી કિડની ટ્રાન્સપ્લાન્ટના પિતામહ સમાન હતા. ડૉ.ત્રિવેદીને પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જુલાઈ મહિનામાં તેમની તબિયત નાજૂક થઈ જતાં તેમને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં વૅન્ટિલેટર પર રખાયા હતા. ડૉ.ત્રિવેદીએ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં વર્ષ 1990માં કિડની હૉસ્પિટલની સ્થાપના કરી હતી. 1992થી અમદાવાદ સિવિલમાં તેમના નેજા હેઠળ ઑપરેશન શરૂ કરી દેવાયાં હતા.