Site icon Revoi.in

બાવળાના સાંકોડ ગામમાં 11 ફૂટ લાંબો અજગર ખેતરમાં જોવા મળતા લોકોમાં ભય

Social Share

બાવળા: સાંકોડ ગામના ખેતરમાં 11 ફુટ લાંબો અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના નિવાસીને ખેતરમાં 11 ફુટ લાંબો અજગર દેખાયો હતો. ઘટનાને પગલે લોકોમાં ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ બાવળા તાલુકાના ફોરેસ્ટ ઓફિસરને જાણ કરી હતી. જે બાદ વનવિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.

જોકે,અજગરને ઝડપી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ રેસ્ક્યુ દરમિયાન કોઈને જાનહાનીની પણ જાણકારી મળી નથી. યોગ્ય સમય પર જાણ થતા લોકો સતર્ક થયા હતા અને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને અજગરને સલામત સ્થળે લઈ જવામાં આવ્યો.