Site icon Revoi.in

રાજસ્થાનનાં 16 જીલ્લામાં બર્ડ ફ્લૂની દહેશત -દુર્લભ પક્ષી બ્લેક સ્ટાર્કના મોત બાદ ઝૂ બંધ કરાયું

Social Share

દિલ્હીઃ-દેશના દરેક રાજ્જ્યોમાં બર્ડ ફ્લૂ દેશના અનેક રાજ્યોમાં ફેલાયો છે. બર્ડ ફ્લૂથી પ્રભાવિત રાજ્યોમાં રાજસ્થાનનો પણ સમાવેશ છે. હાલમાં અડધુ રાજસ્થાન બર્ડ ફ્લૂથી પ્રભાવિત છે. જયપુરમાં દુર્લભ પક્ષી બ્લેક સ્ટાર્કના મોત બાદ જયપુરની જાણીતું ઝૂ પણ બંધ કરવામાં આવ્યું છે.

જયપુર ઝૂમાં બ્લેક સ્ટાર્ક ઉપરાંત 4 કોમન ડક્સ પણ મૃત મળી આવ્યા છે અને કેટલાક પક્ષીઓ હજુ પણ બીમાર છે. જેના સેમ્પલ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે. સોમવારના રોજ સમગ્ર રાજ્યમાં 262 કાગડાઓના મોત થયા હતા,ચ

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 2 હજાર 600 કાગડા, 190 મોર, 195 કબૂતરો અને લગભગ 400 જેટલા અન્ય પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. રાજસ્થાનના 16 જિલ્લાઓમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂ ફેલાયો છે.

સાવચેતીના પગલે જયપુર ઝૂને બંધ કરી દેવામાં આવ્યું  છે અને સંપૂર્ણ રીતે સ્વચ્છતા કાવામાં આવી રહી છે. ઝુમાં બંધ બધા પક્ષીઓ માટે આરોગ્ય પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. બર્ડ ફ્લૂના ભારતીય જોખમને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે પશુ પક્ષીઓ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. ઉલ્લખએનીય છે તે દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂ ઝડપથી ફેલાઇ રહ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને કેરળ બર્ડ ફ્લૂથી પ્રભાવિત એવા સાત રાજ્યો છે.

સાહિન-