Site icon Revoi.in

ઓમિક્રોનના ભય વચ્ચે એક્ટિવ કેસો 95 હજારથી પણ ઓછા- છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા

Social Share

 

દિલ્હીઃ-  સમગ્ર દેશભરમાં ઓમિક્રોનનો ભય ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોનાના એક્ટિવ કેસો ફરી કાલની સરખામનણીમાં આજે વધેલા જોવા મળ્યા છે, છેલ્લા 24 કલાકમાં 8 હજાર 439 નવા કેસ નોંધાયા છે તો બીજી તરફ ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે.

આ સાથે જ દેશમાં સક્રિય કોરોના દર્દીઓ છેલ્લા 555 દિવસમાં સૌથી ઓછા થઈ ગયા છે.દેશમાં સક્રિય કોરોના દર્દીઓ છેલ્લા 555 દિવસમાં સૌથી ઓછા થઈ ગયા છે. હાલમાં દેશમાં 93 હજાર 733 કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

હાલમાં દેશમાં 93 હજાર 733 કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આજરોજ બુધવારે સ્વાસ્થ્યમંત્રી એ જારી કરેલા આકંડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કારણે 195 લોકોએ જીવ ગુમાવ્યા છે,તો બીજી તરફ રાહતની વાત એ છે દેશમાં હવે સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધવાની સાથે છેલ્લા 24 કલાકમાં 9 હજાર 500થી પણ વધુ લોકો એ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે.

આ સાથે જ દેશમાં રિકવરી રેટ સતત માર્ચ 2020 થી તેના ઉચ્ચતમ સ્તર પર રહ્યો છે અને તે હવે 98.36 ટકા જોવા મળી રહ્યો છે. તે જ સમયે, છેલ્લા 65 દિવસથી દૈનિક સંક્રમણ દર પણ 2 ટકાથી નીચે આવી ચૂક્યો છે. તે આજે પણ 0.70 ટકા જોવા મળે છે.