Site icon Revoi.in

આજથી ફીફા વર્લ્ડ કપનો ભવ્ય આરંભ -32 દેશોની ટીમ સાથે ફૂટબોલની રોમાંચક ટૂર્નામેન્ટ જોવા મળશે

Social Share

દિલ્હીઃ- વિશ્વભરમાં અનેક લોકો રમત ગમતના ચાહકો છે ત્યારે ક્રિક્ટની મેચ એક તરફ ચાલી રહી છે તો આજથી ફુટબોલના ચાહકો માટે પણ ખાસ દિવસ છે.   કારણ કે આજથી ફીફા વર્લ્ડકપનો આરંભ થઈ રહ્યો છે ત્યારે સૌ કોઈ દર્શકો આ રમતની રાહ જોઈને બેસ્યા છે.

આજથી ફીફા ફૂટબોલના વર્લ્ડ કપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 28 દિવસ, 32 ટીમો અને 64 મેચ સાથે આજે રોમાંચક શરુઆત જોવા મળશે.આ વર્લ્ડપર  વિશ્વભરની  શ્રેષ્ઠ 32 ટીમો એટલેકે, 32 દેશો ભાગ લઈ રહ્યાં છે. અને આ ટુર્નામેન્ટમાં 64 મેચ રમવામાં આવશે. આ વખતે ફિફા વર્લ્ડ કપની શરૂઆત યજમાન કતાર અને એક્વાડોર વચ્ચેની મેચથીથતી જોવા મળશે.ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2022 આજથી કતારમાં શરૂ થઈ રહ્યો છે.

આજે સાંજથી થશે આરંભ

ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે એક શાનદાર ઓપનિંગ સેરેમની સાથે  વિશ્વભરના મોટા કલાકારો પરફોર્મ કરશે.જેમાં ખાસ આકર્ષણ કોરિયન બેન્ડ BTSનું છે,. ઓપનિંગ સેરેમની બાદ આજે ઓપનિંગ મેચ પણ રમાવાની છે જે યજમાન કતાર અને ઇક્વાડોર વચ્ચે શરુઆત થશે.