Site icon Revoi.in

અંજીર માત્ર ડ્રાયફ્રૂટ જ એનર્જીનો સ્ત્રોત છે , જાણો તેનું સેવન શા માટે કરવું જોઈએ

Social Share

સામાન્ય રીતે ડ્રાયફ્રૂટ ખાવાથી અનર્જી સહીત શરીરમાં અનેક ફાયદાઓ થાય છે જેમાં  દરેક સુકા મેવાના જુદા જુદા ગુણો હોય છે, જેમાં અંજીરના પણ કેટલાક પોતાના ખાસ ગુણ ધરાવે છે, ખાસ કરીને સ્ત્રીઓને અંજીરનું સેવન કરવાથી અનેક રોગોમાંથી મૂક્તિ મળી શકે છે, આ સાથે જ જ્યારે સ્ત્રીઓ ગર્ભવતી હોય ત્યારે અંજીરનું સેવન કરાવવામાં આવતું હોય છે જેથી કરીને માતા અને બાળક બન્નેની તંદુરસ્તી જળવાઈ રહે છે.કારણ કે અંજીર લોહતત્વની ઉણપને દૂર કરે છે.

અંજીરમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ સમાયેલા હોય છે. જે આપણા શરીરની અંદર રહેલા દરેક રોગોને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.અંજીરનું સેવન કરવા માટેનો યોગ્ય સમય સવારનો માનવામાં આવે છે આમ તો તમે ગમે ત્યારે ખઆઈ શ કો છો પરંતુ સવારે ખાલી પેટેલે 2 થી 4 અંજીર ખાવાથી તે ગદુણકારી સાબિત થાય છે.

અંજીરમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબરનો સમાવેશ થતો હોય છે, તેનું સેવન કરવાના કારણે તમારી પાચનશક્તિ મજબૂત બને છે.અંજીર ખાવાથી જ કબજિયાત અને અપચા જેવી પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે.ખાસ કરીને અંજીરને પાણી અથવા દૂધમાં એક રાત પાલળીને સવારે ખાવાથીસતે ખાસ ગુણ કરે છે.

આ સાથે જ અંજીરનું સેવન કરવાથી હરસના દર્દીઓને રાહત  થાય છે. હરસના દર્દીઓને કબજીયાતમાંથી છુટકારો મેળવવા માટે પાણીમાં પલાળેલા અંજીરનું સેવન કરવું જોઈએ જેનાથી ખૂબ ફાયદો થશેશરીરમાં રહેલી અશક્તિને દૂર કરવા માટે અંજીર એ સર્વશ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે.

અંજીરમાં અંદર અનેક એવા પોષક તત્વો હોય છે જે તમારા શરીરને પૂરતા પ્રમણમાં પોષણ પૂરું પાડે છે.શરીરની શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી જો દૂધની સાથે અંજીરનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારી શારીરિક શક્તિ મજબૂત બને છે.