Site icon Revoi.in

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને હોલીવુડના અનેક પ્રોજેક્ટની મળી હતી ઓફર

Social Share

મુંબઈઃ 14 વર્ષ બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફિલ્મ હંગામા-2માં જોવા મળશે. તેમનું ગીત ચુરાકે દિલ મેરા 2.0 લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુહમાં કહ્યું હતું કે, હોલીવુડમાંથી અનેક પ્રોજેકટ મળ્યાં હતા પરંતુ ઈન્કાર કરી દીધો હતો. આટલો મોટો બદલાવ કરવા નથી માંગતી.

શિલ્પા શેટ્ટી વર્ષ 2007માં અંતિમ વાર અનુરાગ બસુની ફિલ્મ લાઈફ ઈન મેટ્રો અને ધર્મેન્દ્ર સ્ટારર ફિલ્મ અપનેમાં જોવા મળી હતી. તે જ વર્ષે તેમણે બ્રિટીશ રિયાલિટી શો બિગ-બ્રધર-5 સીઝન જીતી હતી. જે બાદ દુનિયાભરમાં જાણીતી બની ગઈ હતી. ફિલ્મોમાં બ્રેક દરમિયાન તેણે ઓમ શાંતિ ઓમ અને દોસ્તાના ફિલ્મમાં ગેસ્ટ રોલ કર્યો હતો.

અભિનેત્રીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન હોલિવુડની અનેક મોટા પ્રોજેક્ટ ઓફર થયાં હતા પરંતુ ઈન્કાર કરી દીધો હતો કેમ કે અમેરિકામાં શિફ્ટ થવા માંગતી ન હતી. મારો દીકરો આ વાત ઉપર નારાજ થયો હતો. મને ક્લિયર ખબર હતી કે મારે શું કરવું છે. મને અહીં કામ કરવુ પસંદ છે મે મોટો મોકો ગુમાવ્યો છે પરંતુ મારી પાસે જે છે તેનાથી ખુશ છું. હું પરિવારને છોડીને અન્ય ક્યાંય શિફ્ટ થતી તો વધારે દુઃખ થતું. આના માટે મારે ઘણું આપવું પડતું જેના માટે હું તૈયાર ન હતી. હવે મારા બાળકો 15 વર્ષના થઈ ગયા છે જેથી હવે એ બાબતે વિચારી શકું છું.

(Photo-Social Media)
Exit mobile version