Site icon Revoi.in

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં અંતિમ પંઘાલે જીત્યો બ્રોન્ઝ મેડલ

Social Share

મુંબઈ: ભારતની 19 વર્ષની યુવા મહિલા કુસ્તીબાજ અંતિમ પંઘાલે ગુરુવારે સર્બિયાના બેલગ્રેડમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, તેણે પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે પોતાનો ઓલિમ્પિક ક્વોટા પણ કન્ફર્મ કરી દીધો છે. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય કુસ્તીબાજએ બે વખતની યુરોપિયન ચેમ્પિયન સ્વીડનની જોના માલમગ્રેમને 16-6થી હરાવી. છેલ્લે 16 કિગ્રા વર્ગમાં આ મેડલ જીત્યો હતો.

અગાઉ સેમિફાઇનલમાં યુવા ભારતીય કુસ્તીબાજને બે વખતની વિશ્વ ચેમ્પિયન બેલારુસની વેનેસા કલાડઝિંસ્કાયાએ 4-5થી હાર આપી હતી. પરંતુ સેમિફાઇનલ સુધીની તેની સફર ખૂબ જ શાનદાર રહી હતી. ફાઇનલમાં એક જ દિવસમાં સતત ત્રણ જીત સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સેમિફાઇનલમાં પહોંચી હતી. તેણે મહિલાઓની 53 કિગ્રા વર્ગના ક્વોલિફિકેશન રાઉન્ડમાં અમેરિકાની વર્તમાન વિશ્વ ચેમ્પિયન ઓલિવિયા ડોમિનિક પેરિશને 3-2થી હરાવી હતી.

પંઘાલે ત્યારપછી પોલેન્ડની રોકસાના માર્ટા જેસીનાને માત્ર એક મિનિટ અને 38 સેકન્ડમાં ટેક્નિકલ કાર્યક્ષમતાના આધારે આગળના રાઉન્ડમાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ક્વાર્ટર ફાઈનલ મેચમાં રશિયાની નતાલિયા માલિશેવાને 9-6થી હરાવીને અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી. આ 19 વર્ષના ભારતીય કુસ્તીબાજનું ડિફેન્સ ખૂબ જ મજબૂત લાગતું હતું.જ્યારે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સીધી જગ્યા બનાવનાર ગુરપ્રીત સિંહને 77 કિગ્રા વર્ગમાં વિશ્વના નંબર વન રેસલર હંગેરીના લેવી જોલ્ટન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હંગેરિયન રેસલર સામે ગુરપ્રીત માત્ર એક મિનિટ 12 સેકન્ડ જ ટકી શક્યો અને તે હારી ગયો. આ પછી, મેહર સિંહ પણ ક્વોલિફિકેશન રાઉન્ડમાં જ હારીને 130 કિગ્રા વર્ગમાં બહાર થઈ ગઈ.