Site icon Revoi.in

નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું – આવનારા વર્ષમાં જીડીપીમાં 11 ટકા વૃદ્ધીનું અનુમાન

Social Share

દિલ્હીઃ- મોદી સરકાર દ્રારા 2.0 નો ત્રીજો આર્થિક સર્વે રજૂ કરવામાં આવી ચૂક્યો છે. આ રિપોર્ટ દેશની અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અને સરકારે લીધેલા પગલાઓના પરિણામો દર્શાવે છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ સંસદમાં બજેટ રજૂ કરશેદર વર્ષે. બજેટ સમક્ષ રજૂ  કરતા પહેલા આર્થિક સર્વે રજુ કરવામાં આવે છે. આ સર્વેનો અહેવાલ સરકારના મુખ્ય આર્થિક સલાહકાર ની આગેવાનીવાળી ટીમે દ્રારા તૈયાર કરવામાં આવતો હોય છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી 7-7 ટકા રહેશે, એટલે કે તેમાં 7.7 ટકાનો ઘટાડો થઈ શકે છે. તે જ સમયે, આવતા વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળશે અને ભારતીય અર્થવ્યવસ્થામાં ‘વી-આકાર’ ની પુનઃપ્રાપ્તિ થશે. નાણાકીય વર્ષ 2021-22માં તે 11 ટકા વધવાનો અંદાજ છે.

સર્વેમાં વધુમાં જણાવ્યું છે કે માર્ચ 2020 થી કોરોના વાયરસની મબહામારીએ  દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને ભારે અસર કરી છે. લાખો લોકોએ નોકરી ગુમાવી છે. કૃષિ ક્ષેત્રને સૌથી વધુ અપેક્ષાઓ છે, જ્યારે કનેક્ટિવિટી આધારિત સેવાઓ, ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્રેને કોવિડ 19ની મહામારીનો માર વેઠવો પડ્યો છે.

આર્થિક સર્વેક્ષણ છેલ્લા એક વર્ષના અર્થતંત્રની સ્થિતિ વિશેનો વિગતવાર અહેવાલ  હોય છે, જેમાં અર્થતંત્રને લગતા મોટા પડકારો અને તેમનો કેવી રીતે સામનો કરવો તે બાબતોનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજ મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શન હેઠળ આર્થિક બાબતોના વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

સાહિન-