Site icon Revoi.in

નાણામંત્રી સીતારામણે દક્ષિણ કોરિયાના સમકક્ષ સાથે કરી મુલાકાત, દેશમાં રોકાણની તકો પર ઊંડી ચર્ચા

Social Share

દિલ્હીઃ- દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વિતેલા દિવસને ગુરુવારના રોજ દક્ષિણ કોરિયાના ઉપ વડા પ્રધાન ચુ ક્યૂંગ-હો સાથે ખાસ મુલાકાત કરી અને વિવિધ ક્ષેત્રોમાં ભારતમાં રોકાણની વધુ તકો વિશે ચર્ચા કરી.તેઓ દક્ષિણ કોરિયાના ઇંચિયોનમાં ADBની 56મી વાર્ષિક બેઠક દરમિયાન તેમના દક્ષિણ કોરિયાના સમકક્ષને મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે  ચુ કિઆંગ દેશના અર્થતંત્ર અને નાણા મંત્રી પણ છે. સીતારમને ભારતમાં ઉત્પાદન, નવીનીકરણીય ઉર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, દરિયાઈ સંસાધનો સહિતના ક્ષેત્રોમાં રોકાણ માટે વધુ તકો પર ભાર મૂક્યો હતો.

આ મુલાકાતની ચર્ચાને લઈને સીતારમને જણાવ્યું હતું કે નાગપુર મુંબઈ સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસવે પ્રોજેક્ટની સ્થાપના માટે તાજેતરમાં હસ્તાક્ષર કરાયેલ ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર લોન કરાર ભારતમાં અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ માટે ગેટવે ખોલશે. નાગપુર પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં, ચુ ક્યૂંગ-હોએ સીતારમણને માહિતી આપી હતી કે પ્રોજેક્ટમાં કોરિયન રોકાણ હાલમાં આશરે રૂ. 1,495.68 કરોડ છે.

નાણા મંત્રાલયની શ્રેણીબદ્ધ ટ્વીટ પ્રમાણે, બંને નેતાઓએ સ્વીકાર્યું કે ભારત અને દક્ષિણ કોરિયા એક વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે, જે એ હકીકતમાં પણ પ્રતિબિંબિત થાય છે કે બંને દેશો ભારત-દક્ષિણ કોરિયાના રાજદ્વારી સંબંધોની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. .દક્ષિણ કોરિયાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે

સીતારમને ભારતમાં રોકાણને વધુ આકર્ષિત કરવા માટે ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન હાઇડ્રોજન સેક્ટર માટે ભારતના સક્ષમ નીતિ માળખા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કોરિયા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન અને અન્ય રોકાણકારોને ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વધુ રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

Exit mobile version