Site icon Revoi.in

નાણામંત્રી સીતારમણ આજે યુએસમાં IMF, વિશ્વ બેંકની વાર્ષિક બેઠકનો ભાગ બનશે

Social Share

દિલ્હીઃ – દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ  આજથી અટલે કે 11 ઓક્ટોબરથી લઈને 16 ઓક્ટોબર સુધી  અમેરિકાની મુલાકાતે પહોંચશે,તેઓ  ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન પહોંચશે.

આ સાથે જ  મંત્રી પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસન સાથે પણ ખાસ મુલાકાત કરનાર છે.નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારેઆ બેઠક દરમિયાન વર્તમાન વૈશ્વિક આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં બિઝનેસ લીડર્સ સહીત રોકાણકારો સાથે વાતચીત  કરવામાં આવશે આથી વિષેશ વાત એ કે   G20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકોમાં  ઉપસ્થિતિ રહેવાના છે.આ બેઠકમાંજાપાન, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, ભૂટાન, ન્યુઝીલેન્ડ, ઇજિપ્ત, જર્મની, મોરેશિયસ, UAE, ઈરાન અને નેધરલેન્ડ સહિત અનેક દેશો સાથે દ્વિપક્ષીય બેઠકો પણ આપણા મંત્રીના પ્રવાસનો એક ભાગ છે.આ બેઠકમાં ખાસ કરીને  OECD, યુરોપિયન કમિશન અને UNDPના વડાઓ સાથે વન-ઓન-વન મીટિંગ્સ પણ નક્કી કરવામાં આવી છે.

આ સાથે જ નાણામંત્રી આ પ્રવાસ દરમિયાન ડીસી સ્થિત એક અગ્રણી બિન-લાભકારી જાહેર નીતિ સંસ્થા, બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યુશન ખાતે “ભારતની આર્થિક સંભાવનાઓ અને વિશ્વ અર્થતંત્રમાં ભૂમિકા” પર ફાયર સાઇડ ચેટમાં પણ ભાગ લેશે. આ સહીત સ્કુલ ઓફ એડવાન્સ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (SAIS), જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી ખાતે ‘ટેક્નોલોજી, ફાઈનાન્સ અને ગવર્નન્સ’ના ઈન્ટરલિંકેજ દ્વારા ભારતમાં સર્જાયેલી અનોખી ડિજિટલ પબ્લિક ગુડ્સ (DPG) વાર્તા અને ગુણક અસરો વિશે તેમના વિચારો  પણ પરસ્પર રજૂ કરવાના છે.

Exit mobile version