Site icon Revoi.in

બાદશાહ ,નેહા કક્કડ, અરિજિત સહીતના બોલિવૂડના ફેમસ સિંગર જાણો એક સોંગની કેટલી ફી સવુલે છે

Social Share

મુંબઈઃ- દરેક લોકોને સોંગ સાંભળવાન ોખૂબ જ શોખ હોય છે, દરેકની પસંદ જૂદી જૂદી હોય છે, કોીને પાર્ટી સોગ ગમે છે, તો કોઈને લવ સોંગ તો વળી કોઈને સૂફી સોંગ તો આજકાલ તો રેપ સોંગનો યુગ આવ્યો છે, અને રેપ સોંગની વાત આવે એટલે બાદશાહનું નામ મોખરે આવે,જો કે આપણે સોંગ તો સાંભળીએ છે પરંતુ આપણે જાણતા નથી કે આ એક સોંગ માટે સિંગરો કેટલી ફી લે છ, તો ચાલો જાણીએ જીદા જૂદા સિંગરની ફી વિશે કેચલીક માહિતી, એ વાત તો સૌ કોઈને ખબર હશે જ કે સિંગર લાખોની કમાણી એક સોંગથી કરી લે છે.

અરિજિત સિંહ

જેના અવાજથી જ દિલમાં એક એહસાસ જાગે તેવું નામ છે આ અરિજીત. અરિજિત સિંહ બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારા ગાયકોમાંથી એક છે. રિપોર્ટ અનુસાર, અરિજીત સિંહ એક ગીત માટે 18 થી 20 લાખ રૂપિયા ચાર્જ વસુલે છે.

નેહા કક્કડ

નેહા આજકાલની પેઢીની લોકપસંદીદા સિંગર સાબિત થઈ છે,રિયાલીટી શોમાં જજ તરીકે પણ જોવા મળે છે.તેના અવાજના લાખો દિવાના છે.એક રિપોર્ટ અનુસાર, ગાયિકા નેહા કક્કર એક ગીત માટે 15-18 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

બાદશાહ

રેપ સોંગ માટે જાણીતા છે બાદશાહ, જે સો કોઈના દિલ પર રાજ કરે છે, સિંગર બાદશાહ પણ સૌથી વધુ કમાણી કરનારા ગાયકોની યાદીમાં સામેલ છે. તેમના નામ હેઠળ ઘણા હિટ ગીતો સાથે, બાદશાહ ચોક્કસપણે આ દિવસોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતા અને સાંભળવામાં આવતા ગાયકોમાંના એક છે. તે કથિત રીતે એક ગીત દીઠ 18-20 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

મિકા સિંહ

કોઈકને કોઈ વાતને લઈને હંમેશા વિવાદમાં રહેતા મિકા સિંહ પણ સિંગિંગની દુનિયામાં જાણીતું નામ છે.રિપોર્ટ અનુસાર, પંજાબી સિંગર્સ એક ગીત ગાવા માટે 20 થી 22 લાખ રૂપિયા ચાર્જ વસુલે છે.

મોહિત ચૌહાણ

ગાયક મોહિત ચૌહાણ એક ગીત દીઠ 15-17 લાખ રૂપિયા ફી વસુલે છે.

શ્રેયા ઘોષાલ

અવાજના સુરોની રાણી શ્રેયા ઘોષલ એવરગ્રીન સિંગર તરીકે જાણીતી છે.તે સૌથી લોકપ્રિય મહિલા પ્લેબેક સિંગર્સ પૈકીની એક, શ્રેયા ઘોષાલ કથિત રીતે પ્રતિ ગીત રૂ. 25-27 લાખની વચ્ચે  ફી લે છે,

સુનિધી ચૌહાણ

સિંગરની દુનિયામાં સુરીલો અવાજ દરેકનો હોય છે પરંતુ સતત ટકી રહેવું મુશ્કેલ છે, સુનિધી વર્ષોથી આ સિંગિગ જગતમાં ટકી રહેલી જોવા મળતી સિંગર છે.તે સોથી કમાણી કરતી ગાયિકા બનાવે છે. રિપોર્ટ અનુસાર, સુનિધિ ચૌહાણ એક ગીત રેકોર્ડ કરવા માટે 12-16 લાખ રૂપિયા લે છે.