Site icon Revoi.in

વારાણસીના સાડી ફિનિશિંગના કારખાનામાં આગ લાગવાની ઘટના – 4 લોકો જીવતા હોમાયા

Social Share

લખનૌઃ-  દેશભરમાં આગ લાગવાનો બનાવો જાણે વધી રહ્યા હોય  તેમ જોવા મળી રહ્યું છે,જેમાં વિતેલી રાતે આંઘ્રપ્રદજેશમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી ત્યારે બાદ આજે દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં પણ આગ લાગી હતી  ત્યારે હવે વારાણસીના મદનપુરા વિસ્તારના અશફાક નગરમાં સાડી ફિનિશિંગનું કામ કરતા રૂમમાં ભોજન બનાવતી વખતે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આગ રૂમમાં લટકતા ઈલેક્ટ્રીક વાયરને કારણે લાગી હતી, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી રૂમની અંદર હાજર ચાર લોકો આગની લપેટમાં આવી ગયા હતા અને તમામ પ્રયાસો બાદ પણ તેઓ બહાર નીકળી શક્યા નહોતા, જેના કારણે ચારેયના ઘટના સ્થળેજ દર્દનાક મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

 આ ઘટનામાં મદનપુરાના 45 વર્ષીય વ્યક્તિ, તેનો 22 વર્ષીય પુત્ર, તથા 18 વર્ષીય યુવક અને અરરિયા બિહારના રહેવાસી 17 વર્ષીય યુવકનું મોત થયું છે, જેઓ અહીં સાડીના કારખાનામાં કામ કરતા હતા. 

મળતી માહિતી મુજબ, જે મકાનમાં આગ ઘટના બની છે તે સાંકળા માર્ગમાં એવેલું મકાન છે. આથી જો આગ ફાટી નીકળે તો બાજુના મકાનોમાં આગ લાગવાનો ભય હતો, જો કે સ્થાનિક લોકોની તત્પરતાથી પાણી નાખી આગને કાબુમાં લેવામાં આવી હતી અને  સમયરહેતા જ ગેસ સિલિન્ડર પણ બહાર  કાઢઝી લેવાયો હતો જેથી આજૂબાજૂ આગ ફાટી નીળકતા બચી હતી

જે રૂમમાં સાડીનું ફિનિશિંગ વર્ક થઈ રહ્યું હતું તે 12 ફૂટ × 10 ફૂટનો ઓરડો છે અને તે રૂમમાં સાડી, ફોમ, ફિનિશિંગનું મટિરિયલ રાખવામાં આવ્યું હતું, જે સિન્થેટિક હતું. જેના કારણે રૂમમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આગને રોકવાના પ્રયાસમાં ચાર લોકો રૂમની બહાર નીકળી શક્યા ન હતા.

 

Exit mobile version