1. Home
  2. Tag "varanasi"

જી-20 દેશોની ત્રણ દિવસીય સંમેલન આજથી વારાણસીમાં થશે શરૂ,કૃષિ વૈજ્ઞાનિકો આ મુદ્દાઓ પર કરશે ચર્ચા   

લખનઉ:ઉત્તર પ્રદેશના વારાણસીમાં આજથી ત્રણ દિવસીય G20 સમિટ સંમેલન શરૂ થશે. 17-19 એપ્રિલે યોજાનારી સમિટની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કોન્ફરન્સમાં 20 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ દરમિયાન વિશ્વને સ્વસ્થ રાખવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને પૌષ્ટિક આહાર અને મૈત્રીપૂર્ણ ખેતી કરવાનો સંદેશ આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં G20 દેશોના અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો ભાગ લેશે. બેઠકમાં […]

પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું

 લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું હતું. તેમણે ટીબી-મુક્ત પંચાયત, ટૂંકી ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ (ટીપીટી), ટીબી માટે ફેમિલી-સેન્ટ્રીક કેર મોડલ અને ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023ના વિમોચન સહિતની વિવિધ પહેલો પણ શરૂ કરી હતી. વડાપ્રધાનએ પણ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ હાઈ કન્ટેઈનમેન્ટ લેબોરેટરીનો […]

PM મોદી આજે વારાણસીની મુલાકાતે,1800 કરોડના પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોને ઘણી ભેટ આપી રહી છે.ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચ શુક્રવારે એટલે કે આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. અહીં તે લોકોને 1800 કરોડની યોજનાઓ ભેટમાં આપશે. વાસ્તવમાં વડાપ્રધાન વારાણસીમાં સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ સિવાય તેઓ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. […]

મોદી વારાણસીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે રોપ-વેનો શિલાન્યાસ કરશે

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં દેશના પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે રોપ-વેનો શિલાન્યાસ કરશે. રોપવે કેન્ટ રેલ્વે સ્ટેશન (વારાણસી જંકશન) થી ગોદૌલિયા સ્ક્વેર સુધી ચાલશે. આ યોજનાથી કાશી વિશ્વનાથ મંદિર, દશાશ્વમેધ ઘાટ જવાનું સરળ બનશે. આ યોજના 644.49 કરોડની છે. વારાણસીમાં નેશનલ હાઈવે, રિંગ રોડ, ફ્લાયઓવર, આરઓબી પછી હવે […]

PM મોદી 24 માર્ચે વારાણસી જશે,કાશીને આપશે આ ખાસ ભેટ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે રૂદ્રાક્ષ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વર્લ્ડ ટીબી ડે સમિટ’નું ઉદ્ઘાટન કરવા માટે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય મેદાન ખાતે જાહેર સભામાં રૂ. 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને કોઇપણ શહેરમાં પ્રથમ વખત જાહેર પરિવહનની સુવિધા માટે રોપ-વે સહિત […]

પીએમ મોદી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને લીલી ઝંડી આપશે અને 13મી જાન્યુઆરીએ વારાણસીમાં ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને ફ્લેગ ઓફ કરશે અને 13મી જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસી ખાતે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે. તે આ કાર્યક્રમ દરમિયાન રૂ. 1000 કરોડથી વધુના મૂલ્યના અન્ય કેટલાક આંતરદેશીય જળમાર્ગોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. MV ગંગા વિલાસ MV ગંગા વિલાસ ઉત્તરપ્રદેશના વારાણસીથી તેની સફર શરૂ […]

વારાણસી ખાતે યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) દિવસ 2022ની ઉજવણી

લખનૌઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે 10મી અને 11મી ડિસેમ્બર 2022ના રોજ “યુનિવર્સલ કવરેજ ડે (UHC) 2022” ની ઉજવણીમાં બે દિવસીય સંમેલનનું આયોજન કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી (HFW), ડૉ. ભારતી પ્રવિણ પવારની હાજરીમાં બે […]

કાશીના નિર્માણ અને વિકાસમાં તમિલનાડુનું મોટુ યોગદાનઃ મોદી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી-તમિલ સંગમમ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું હતું કે, કાશીના નિર્માણ અને વિકાસમાં તમિલનાડુનું મોટુ યોગદાન રહ્યું છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, રાજેશ્વર શાસ્ત્રી, પટ્ટાભિરામ શાસ્ત્રી જેવા વિદ્વાનોએ બીએચયુ લઈને અહીં અલગ-અલગ સ્થળો પર પોતાની વિદ્વતાથી લોકોને નવી દિશા આપી છે. આપ કાશી ભ્રમણ […]

જ્ઞાનવાપીમાં મળેલા કથિત શિવલિંગની પૂજા કરવાના અધિકારના કેસની સુનાવણી કોર્ટ કરશે

વારાણસી: જ્ઞાનવાપી શૃંગાર ગૌરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ, અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ દલીલ કરી હતી કે આ અરજી સાંભળવા યોગ્ય નથી.જયારે વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, જ્ઞાનવાપી કેસમાં સર્વેક્ષણ દરમિયાન મળી આવેલા કથિત શિવલિંગની પૂજા અને તેને હિન્દુઓને સોંપવા માટેની અરજી પર કોર્ટે આજે આદેશ આપ્યો છે કે આ મામલો સુનાવણી લાયક છે. અંજુમન ઈન્તેઝામિયા મસાજિદ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]