Site icon Revoi.in

ગીર સોમનાથના  વેરાવળમાં ફાયર સેફ્ટિને લઈને ચેકિંગ હાથ ઘરાયું – બે હોટલ સહીત કોમર્શિયલ કોમ્પલેક્ષને  વાગ્યા તાળા

Social Share

ગીર-સોમનાથનું મથક ગણાતા વેરાવળમા વિતેલા દિલસે ફાયર સેફ્ટિને લઈને મોટ કાર્યવાહી કરવામાં આવી હતી,પાલિકાના અઘિકારીઓ દ્રારા વેરાવળના ઘણા સ્થળોએ આજરોજ  ફાયર સેફ્ટી નું ચેકિંગ કરવામાં આવ્યું હતું

 પ્રાપ્ત માહિતી પ્રમાણે વેરાવળની વચોવચ્ચ આવેલા  એસટી બસ સ્ટેશન પાસે આવેલી આનંદધામ કોમ્પ્લેકસમાં કાર્યરત બે હોટલો અને પ0 જેટલી ઓફીસ તથા  દુકાનોને ફાયર સેફ્ટિ ન હોવાના તકારણે તાળા લગાવાળા હતા.

ઉલ્લખેનીય છે કે થોડા સમય પહેલા જ એક હોટલમાં આગની ઘટના બની હતી ત્યારથી તંત્ર હરકતમાં આવ્યું હતું અને શહેરની તામા હોટલો તથા કોમ્પલેક્ષમાં ચેકિંચ હાથ ઘરવામાં આવી રહ્યા છે.

આગની ઘટનાઓને અટકાવવા અને લોકોની સલામતી જાળવવા માટે  માટે મોટા કોર્મશિયલ બીલ્ડીંગો, એપાર્ટમેન્ટો, હોસ્પિટલો, શાળાઓ જેવી ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધા રાખવા અને ફાયર એનઓસી મેળવી લેવા ઘણા સમયથી પાલિકા તંત્ર અપીલ  કરતું જોવા ણળી રહ્યું છત્તા પણ અનેક લોકો આંખ આડા કાન કરી રહ્યા હોય છે જેને લઈને આ ચિકંગ હાથ ઘરાયું હતું

લોકો ફાયર સેફ્ટિ પર પુરતુ ધ્યાન ન આપતા અને આદેશની અવગણના કરતા  ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહીના આદેશ થતા થોડા દિવસો પહેલા જ અમુક શાળાઓને નોટીસો મોકલી સીલ કરવામાં આવી હતી. તેમ છતાં ઘણા વગદાર લોકો ફાયર સેફટી સુવિધા ઉભી કરવા બાબતે ઉદાસીનતા રાખતા હતા. ત્યાર બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી