Site icon Revoi.in

ઉત્તર કોરિયામાં ઓમિક્રોન વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો -સમગ્ર દેશમાં લાગૂ કરાયું લોકડાઉન

Social Share

દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે ત્યા વિદેશમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાય રહ્યો છે આજ શ્રેણીમાં ચીનમાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં આવી રહ્યા છએ તો બીજી તરફ ઉત્તર કોરિયામાં ઓમિક્રોન વેરિએન્ટનો પહેલો કેસ સામે આવતા ખળભરાટ મચવા પામ્યો છે.

મળતી માહિતી પ્રમાણે આજ રોજ ગુરુવારે ઉત્તર કોરિયામાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ નોંધાયો હતો. આ પછી, સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. તે જ સમયે, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. 

આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે જે વ્યક્તિમાં કોરોનાની પુષ્ટિ થઈ છે તે ઘણા દિવસોથી બીમાર જોવા મળી રહ્યો હતો તેની તપાસ બાદ ખબર પડી કે તે વ્યક્તિમાં ઓમિક્રોન વેરિઅન્ટ છે.

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી પ્રમાણે પહેલો કેસ સામે આવ્યા બાદ કિમ જોંગ ઉને અધિકારીઓ સાથે બેઠક કરી અને સંક્રમણને રોકવા માટે કડક પગલાં ભરવાની સૂચના આપી હતી. તે જ સમયે, સમાચાર આવી રહ્યા છે કે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે.