Site icon Revoi.in

G 20 ની અધ્યક્ષતાની આજે પ્રથમ બેઠક – કોલકાતોમાં 3 દિવસ સુધી ચાલશે GPFI વિચાર વિમર્શ

Social Share

કોલકાતાઃ- આ વર્ષ દરમિયાન ભઆરત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને સમગ્ર તૈયારીઓ પણ શરુ થી ચૂકી છે ત્યારે આજરોજ આ મામલે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ,જાણકારી પ્રમાણે  G-20ની પ્રથમ બેઠક આજથી કોલકાતામાં શરૂ થઈ રહી છે. 9 થી 11 જાન્યુઆરી સુધી ચાલનારી આ બેઠકમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ ગ્લોબલ પાર્ટનરશીપ ઓન ફાયનાન્સિયલ ઇન્ક્લુઝન પર વિચાર વિમર્શ કરશે.

જાણકારી અનુસાર કોલકાતાના ન્યુટાઉનમાં વિશ્વ બાંગ્લા કન્વેન્શન સેન્ટરમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણેય દિવસમાં અનેક સત્રો અને બેઠકો યોજાવાની છે,GPFIની કોલકાતા બેઠકમાં ભાગ લેવા માટે સંસ્થાના સભ્ય દેશોના કેટલાય પ્રતિનિધિઓ કોલકાતા પહોંચી ચૂક્યા છે.

આ બેઠકને લઈને અગાઉથી જ કોલકાતાને સજાવી ઢજાવીને શાનદાર બનાવામાં આવ્યું છે. મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટથી સ્થળ સુધી G-20ના ખાસ ફ્લેક્સ અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ, ઈન્ડિયન મ્યુઝિયમ, હાવડા બ્રિજ, ઠાકુરબારી સહિત તમામ મુખ્ય જોવાલાયક સ્થળોને ખાસ શણગારવામાં આવ્યા છે. વિદેશી મહેમાનોને તેનો પ્રવાસ કરાવવામાં આવશે.આ સાથે જ વિદેશની આવતા મહેમાનો ભારતની સંસ્કૃચિના જદર્શન પણ કરશે.