Site icon Revoi.in

રાજકોટ નજીક હીસાસર એરપોર્ટ પર ફલાઈટનું પ્રથમવાર સફળ લેન્ડિંગ, બે દિવસ ટ્રાયલ કરાશે

Social Share

રાજકોટ:  શહેર નજીક અમદાવાદ તરફ જતાં હાઈવે પાસે હિરાસર એરપોર્ટનું કામ છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલી રહ્યું હતુ. જે એરપોર્ટ બનીને તૈયાર થઈ ગયું છે. રન વે તૈયાર થઈ ગયા બાદ દિલ્હીથી ડીજીસીએની સ્થળ વિઝિટ બાદ મંજુરી મળી જતાં હીરાસર એરપોર્ટ પરના રનવે પરથી ફ્લાઈટનું સફળ લેન્ડિંગ કરાયું છે. એરપોર્ટ ઓથોરિટી, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદીના હસ્તે હીરાસર એરપોર્ટનું ઉદ્દઘાટન કરવામાં આવશે. રવિવારથી બે દિવસ સુધી એરપોર્ટ પર લેન્ડિંગનું ટ્રાયલ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલુ વિમાન હિરાસર એરપોર્ટ પર સફળતા પૂર્વક લેન્ડ થયું હતું. દિલ્હીથી આવેલી એરપોર્ટ ઓથોરિટીની ટીમ અને કલેક્ટરે એરપોર્ટના કામની સમીક્ષા કરી હતી. સોમવાર સુધી બે દિવસ ટેસ્ટિંગ કરવામાં આવશે.રાજકોટ નજીક હીરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ નિર્માણનું મોટાભાગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે ફ્લાઈટ કેલિબ્રેશન ટેસ્ટિગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ એરપોર્ટ ખાતે ત્રણ કિલોમીટરનો રનવે તૈયાર થઈ જતા ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ, સિસ્ટમ, નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ અને એટીસી ટાવરની મદદથી સેલિબ્રેશન ફ્લાઇટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હીરાસર એરપોર્ટ ખાતે ત્રણ કિલોમીટરનો રન-વે તૈયાર થઈ ગયો છે. એરપોર્ટ ખાતે હાલમાં ટર્મીનલ-1-2 લોન્જ, ફાયર સ્ટેશન, મોબાઇલ ટાવર, કોમ્યુનિકેશન અને એમ.ટી. બિલ્ડીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.  3 કિ.મી.નો રન-વે તૈયાર થઇ જતા હવે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સીસ્ટમ અને નેવિગેશન કન્ટ્રોલ સીસ્ટમ અને એ.ટી.સી ટાવરની મદદથી કેલિબ્રેશન ફલાઇટ ટેસ્ટીંગ શરૂ કરાયું છે.