Site icon Revoi.in

કોરોનાથી મોતનો આંકડો વધતા અમેરિકામાં પાંચ દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરાઈ

Social Share

ન્યૂયોર્ક – વિતેલા વર્ષથી કોરોના મહામારી શરુ થી હતી ત્યારથી લઈને આજ દીન સુધી હજુ પણ તેની અસર દજોવા મળી રહી છે, વિશ્વભરમાં કરોનાએ હાહાકાર મચાવ્યો હતો જેમાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં પણ કોરોનાએ પોતાનું રોદ્ધ સ્વરુપ ઘારણ કરતા લાખો લોકોના મોત થયા છે.

અમેરિકામાં કોરોનાનો પ્રભાવ હાલ પણ યથાવત જોવા મળે છે ત્યારે અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા પાંચ લાખનો આંકડા વટાવી ચૂકી છે, અમેરિકાના ઈતિહાસમાં આ એવી ઘટના છે કે જેમાં આટલા લોકોના મોત થયા હોય, યુદ્ધમાં કુલ જેટલા લોકો મોતને નથી ભેટ્યા તેનાથઈ વધુ કોરોનામાં જીવ ગુમાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 4.05 લાખ સૈનિકોની ખુવારી સહન કરવી પડી હતી. વિયેતનામ યુધ્ધમાં 58 હજાર અને કોરીયાઈ યુદ્ધમાં 36 હજાર સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે હાલની મહામારીમાં કોરોનામાં 5 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.જે અમેરિકાના એક શહેરની સંખ્યા કહી શકાય.

ત્યારે હવે અમેરિકી સરકારે પાંચ લાખ લોકોના કોરોનાના કારણે મોત થતા દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો હતો અને પાંચ દિવસ સુધી રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે તેમ જણાવાયું છે.આમ દેશમાં 5 દિવસ રાષ્ટ્રીય શોક મનાવાશે.

યૂએસના પ્રમુખ જો બાઈડને વ્હાઈટ હાઉસમાં આ મામલે વિતેલા દિવસે મોન પણ પળાવ્યું હતું, જૂન 2021 સુધીમાં અમેરિકામાં મૃત્યુનો આંકડો 5.89 લાખનો આંકડો વટાવી જાય તો નવાઈ નહી હોય.

સાહિન-